________________
૪૮૬
.
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
एक्कार तेर बारस चउदस तेरस य पनर चउदसगं । सोलस पनरस सोलाइ होइ विवरीयमेकंत ॥१५२०॥ एए उ अभतहा इगसट्ठी पारणाणमिह होइ । एसा एगा लइया चउग्गुणाए पुण इमाए ॥१५२१॥ वरिसछगं मासदुगं दिवसाई तहेव बारस हवंति । एत्थ महासीहनिकीलियंमि तिव्वे तवच्चरणे ॥१५२२॥
એક, બે, એક, ત્રણ, બે, ચાર, ત્રણ, પાંચ, ચાર, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, આઠ, દસ, નવ, અગ્યાર, દસ, બાર, અગ્યાર, તેર, બાર, ચૌદ, તેર, પંદર, ચૌદ, સેળ, પંદર, સી, એ પ્રમાણે પશ્ચાનુપૂર્વીએ એક સુધી જાણવું. આ ઉપવાસમાં એક એક પારણુઓ હોય છે. આવી એકલત્તા થાય છે. એને ચારગણી કરતા છ વર્ષ, બે મહિના બાર દિવસ આ મહાસિહનિષ્ફીડીત નામની તીવ્ર તપશ્ચર્યામાં થાય છે.
અહિં એકથી સળ સુધીના અને સળથી એક સુધીના અંકની સ્થાપના કરવી. અને ત્યારબાદ બે વગેરેથી લઈ છેલ્લે સેળ વગેરે દરેકની આગળ એકથી લઈ પંદર સુધીના અંકે સ્થાપવા સળથી લઈ એક સુધીમાં પંદર વગેરેથી લઈ બે વગેરે દરેકની આગળ ચૌદ વગેરેથી લઈ એક સુધીની સ્થાપના કરવી તે સ્થાપના આ પ્રમાણે છે.
૧ ૨ ૧ ૩ ૨ ૪ ૩ ૫ ૪ ૬ ૫ ૭ ૬ ૮ ૭ ૯ ૮ ૧૦ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૧ ૧૩ ૧૨ ૧૪ ૧૩ ૧૫ ૧૪ ૧૬ ૧૫
૯ ૮ ૧૦ ૯ ૧૧ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૨ ૧૪ ૧૩ ૧૫ ૧૪ ૧૬
પહેલા એક ઉપવાસ તે પછી બે, તે પછી એક, તે પછી ત્રણ, તે પછી બે, તે પછી ચાર, તે પછી ત્રણ, તે પછી પાંચ, તે પછી ચાર, તે પછી છે, તે પછી પાંચ, તે પછી સાત, તે પછી છે, તે પછી આઠ, તે પછી સાત, તે પછી નવ, તે પછી આઠ, તે પછી દસ, તે પછી નવ, તે પછી અગ્યાર, તે પછી દસ, તે પછી બાર, તે પછી અગ્યાર, તે પછી તેર, તે પછી બાર, તે પછી ચૌદ, તે પછી તેર, તે પછી પંદર, તે પછી ચૌદ, તે પછી સોલ, તે પછી પંદર એ પ્રમાણે પશ્ચાનુપૂર્વીએ સેલ ઉપવાસ. તે પછી ચૌદ ઉપવાસ વગેરેથી લઈ છેલે એક ઉપવાસ સુધી જાણવું. આ તપના દિવસની સર્વ સંખ્યા કહે છે.
આ મહાસિહનિષ્ક્રીડિત નામની તીવ્ર તપશ્ચર્યામાં ઉપરોક્ત બે પંક્તિઓમાં કહેલા ઉપવાસની સંખ્યા ચારસે સત્તાણ (૪૯૭) થાય.