________________
૨૭૧. તપ
४८७ સલ સેલની બે સંકલનામાં એકસે છત્રીસ, એકસે છત્રીસ ઉપવાસ થાય છે. પંદરની એક સંકલનામાં એકવીસ અને ચૌદની એક સંકલનામાં એક પાંચ ઉપવાસે થાય છે. તથા એકસઠ પારણું થાય છે. તેથી બધા મળી એક વર્ષ છ મહિના અઢાર દિવસ આ પરિપાટીમાં થાય છે. '
૧૩૬+ ૧૩૬ + ૧૨૦ + ૧૦૫ = ૪૯૭૧૬૧ = ૫૫૮ દિવસે થાય છે. આ તપ આગળના પારણના ભેદે પૂર્વક ચાર પરિપાટી પૂર્વક કરવાથી પૂરો થાય છે. તે આ ૫૫૮ દિવસની સંખ્યાને ચાર વડે ગુણતા ૨૨૩૨ દિવસ થાય એટલે છ વર્ષ બે મહિના ને બાર દિવસ થાય છે. (૧૫૧૬, થી ૧૫૨૨) મુક્તાવલી તપ
एको दुगाइ एकग अंतरिया जाव सोलस हवंति । पुण सोलस एगंता एकंतरिया अभत्तट्ठा ॥१५२३॥ पारणयाणं सट्ठी परिवाडिचउक्कगंमि चत्तारि । वरिसाणि हुंति मुत्तावलीतवे दिवससंखाए ॥१५२४॥
એક બે વગેરે એક એકના આંતર પૂર્વક સેળ સુધી ઉપવાસ કરવા પાછા મેળથી એક સુધી એક એકના આંતરાપૂર્વક ઉપવાસ કરવા એમાં સાઈઠ પારણું થાય છે. ચાર પરિપાટી મળીને મુક્તાવલી તપમાં દિવસની સંખ્યા ચાર વર્ષ પ્રમાણુ થાય છે.
મુક્તાવલીતપ એટલે મેતીના હારના જેવા આકારવાળી તપની રચના જે તપમાં છે, તે મુક્તાવલી કહેવાય છે. તેમાં પહેલા એક એકની સ્થાપના કરવી. પછી એક એકના આંતરામાં બે ત્રણ વગેરેની સ્થાપના સેલ સુધી કરવી. તે પછી પશ્ચાનુપૂર્વીએ સેળથી લઈ એક સુધીના ઉપવાસે એક એકના આંતરા પૂર્વક કરવા. (સ્થાપવા) તેની સ્થાપના આ પ્રમાણે છે. ૧ ૨ ૧ ૩ ૧ ૪ ૧ ૫ ૧ ૬ ૧ ૭ ૧ ૮ ૧ ૯ ૧ ૧૦ ૧ ૧૧ ૧ ૧૨ ૧ ૧૩ ૧ ૧૪ ૧ ૧૫ ૧૧૬ ૧ ૨ ૧ ૩ ૧૪ ૧૫ ૧ ૬ ૧ ૭ ૧ ૮ - ૧ ૯ ૧ ૧૦ ૧ ૧૧ ૧ ૧૨ ૧ ૧૩ ૧ ૧૪ ૧ ૧૫ ૧ ૧૬ આનો અર્થ આ પ્રમાણે છે. પહેલા એક ઉપવાસ પછી બે ઉપવાસ, તે પછી ફરી એક તે પછી ત્રણ, તે પછી એક, તે પછી ચાર, તે પછી એક, તે પછી પાંચ, તે પછી એક, તે પછી છે, તે પછી એક તે પછી સાત, તે પછી એક, તે પછી આઠ, તે પછી એક, તે પછી નવ, તે પછી એક, તે પછી દસ, તે પછી એક, તે પછી અગ્યાર, તે પછી એક, પછી બાર, તે પછી એક, તે પછી તેર, તે પછી એક, તે પછી ચૌદ, તે પછી ઐક, તે પછી પંદર, તે પછી એક, તે પછી સેલ, આ પ્રમાણે અર્થ મુક્તાવલી થઈ બીજુ