________________
૪૮૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ કેળિયા. આ એકલતા થઈ એક એક કર્માશ્રચિને એક એક લત્તા કરવી. તેથી આઠ લતાના ચેસઠ દિવસે જિનેશ્વર ભગવંતે અષ્ટકર્મસૂદનતામાં કહ્યા છે.
જે તપમાં જ્ઞાનાવરણ વગેરે આઠે કર્મોનું સૂદન એટલે નાશ કરવામાં આવે તે અષ્ટકર્મસૂદન તપ. આ તપ પૂરો થાય ત્યારે જિનેશ્વરોનું સ્નાત્ર, વિલેપન, પૂજા, પહેરામણ વગેરે કરવું. અને વિશિષ્ટ બલિ એટલે પૂજારૂપે સેનાનું કર્મવૃક્ષ અને કુહાડી મુકવી. (૧૫૧૩–૧૫૧૪) લઘસિહનિષ્ક્રીડિત તપइग दुग इग तिग दुग चउ तिग पण चउ छक्क पंच सत्त छगं । अट्ठग सत्तग नवग अट्ठग नव सत्त अद्वैव ॥१५१५।। छग सत्तग पण छकं च पण तिग चउर दुग तिगं एगं । दुग एक्कग उववासा लहुसिहनिकी लियतमि ॥१५१६॥ चउपन्न खमणसयं दिणाण तह पारणाणि तेत्तीस । इह परिवाडिचउक्के वरिसदुग दिवस अडवीसा ॥१५१७॥ विगईओ निविगईयं तहा अलेवाडयं च आयामं । परिवाडिचउकमि य पारणएसु विहेयव्वं ॥१५१८॥
એક, બે, એક, ત્રણ, બે, ચાર, ત્રણ, પાંચ, ચાર, છ, પાંચ, સાત, છ, આઠ, સાત, નવ, આઠ, નવ, સાત, આઠ, છ, સાત, પાંચ, છ, ચાર, પાંચ, ત્રણ, ચાર, બે, ત્રણ, એક, બે, એક ઉપવાસે, લસિહ નિષ્ક્રીડિત તપમાં હોય છે. આ તપમાં એક ચેપન દિવસ ઉપવાસના છે. અને પારણાના તેત્રીસ દિવસે છે. આ એક પરિપાટી એટલે હાર છે. આમાં ચાર પરિપાટીમાં બે વરસ અને અઠ્ઠાવીસ દિવસ છે. આ ચાર પરિપાટીમાં અનુક્રમે વિગઈવાળું, નિવિ એટલે વિગઈ વગરનું, અલેપ અને આયંબિલથી પારણું કરવું.
આગળ કહેવાતા મહાસિંહ નિષ્ક્રીડિત તપની અપેક્ષાએ સિંહનું લઘુ એટલે નાનું જે ગમન, તે લઘુસિંહ નિષ્ક્રીડિત તપ. સિંહના ગમનની જેમ જે તપ તે સિંહનિષ્ક્રીડિત ત૫. સિંહ ચાલતા ચાલતા આગળ જઈ પાછળ જેતે જેતે જાય, તેમ જેમાં પાછળ કરેલા તપ વિશેષને ફરી સેવી આગળને તપ કરે તે તપ સિંહનિષ્ક્રીડિત તપ. એ ત૫ની રચના આ પ્રમાણે છે.
એકથી નવ સુધીની ક્રમસર સ્થાપના કરવી. પછી પશ્ચાનુપૂર્વીએ નવથી એક સુધીની સ્થાપના કરવી, તે પછી બેથી લઈ નવ સુધીની સંખ્યાની આગળ એકથી