________________
૪૮૩
૨૭૧. તપ લતા કરવી. તેથી ત્રણ લતાઓ વડે ગશુદ્ધિ નામને નવ દિવસ પ્રમાણને આ તપ પૂર્વાચાર્યોએ કહ્યો છે. જેનાથી મન-વચન-કાયાના વ્યાપારરૂપ ગની શુદ્ધિ થાય એટલે નિષ્પાપ પણ થાય, તે તપ યોગશુદ્ધિ કહેવાય છે. (૧૫૧૦ ) જ્ઞાન-દર્શન–ચારિત્રને તપઃ नाणंमि देसणंमि य चरणमि य तिन्नि तिन्नि पत्तेयं । उववासो तप्पूयापुव्वं तन्नामगतमि ॥१५११।।
જ્ઞાન, દર્શન, ચારિત્ર એ દરેકના ત્રણ ત્રણ ઉપવાસ કરી અને ત્રણેની પૂજા પૂર્વક, તે તે નામવાળા તપ કરવા.
જ્ઞાનશુદ્ધિ, દર્શનશુદ્ધિ અને ચારિત્રશુદ્ધિ માટે તે જ્ઞાન વગેરેની પૂજા પૂર્વક તે જ્ઞાન વગેરેના તપમાં દરેકના ત્રણ ત્રણ ઉપવાસ કરવા. આનો ભાવ એ છે કે,
જ્ઞાનશુદ્ધિના હેતુથી ત્રણ ઉપવાસ કરી જ્ઞાનતપ કર. તેમાં યથાશક્તિ જ્ઞાનના એટલે સિદ્ધાંતના પુસ્તકે સ્થાપી સારી રીતે પૂજા વગેરે કરવી અને જ્ઞાની પુરુષોને એષણાય એટલે કપ્યઆહાર, વસ્ત્ર, પાત્ર, પાણી વગેરે આપવા રૂપ પૂજા કરવી.
એ પ્રમાણે ત્રણ ઉપવાસવડે દર્શનતપ કર. પરંતુ તેમાં દર્શન પ્રભાવક સન્મતિતર્ક વગેરે ગ્રંથની અને સદ્દગુરુઓની પૂજા કરવી.
તથા ત્રણ ઉપવાસે વડે ચારિત્રત થાય છે. એમાં પણ ચારિત્રની પૂજા કરવી.(૧૫૧૧) કષાયવિજય તપ -
एक्कासणगं तह निविगइयमायंबिलं अभत्तट्ठों । इय होइ लयचउकं कसायविजए तवचरणं ॥१५१२॥
એકાસણુ, નિવિ, આયંબિલ અને ઉપવાસ આ એકલતા થઈ એ પ્રમાણે દરેક કષાયની એક-એક લતા કરવી તે કષાયવિજય તપાચરણ કહેવાય.
ધ, માન, માયા, લેભરૂપ ચાર કષાને વિશેષ પ્રકારે જીતવા એટલે દમન કરવા તે કષાયવિજ્ય તપ છે. આ તપમાં ચાર લત્તાના સેળ દિવસે થાય છે. (૧૫૧૨) કમસૂદન તપ –
खमणं एकासणगं एकगसित्थं च एगठाणं च । एक्कगदत्तं नीव्वियमायंबिलमट्ठकवलं च ॥१५१३॥ एसा एगा लइया अट्ठहिं लइयाहिं दिवस चउसट्ठी । इय अढकम्मसूडणतमि भणिया जिणिदेहिं ॥१५१४॥ . ઉપવાસ. એકાસણુ, એક સિકથક, એકસ્થાનકમ, એકત્તિ, નિવિ, આયંબિલ, આઠ