________________
૪૭૭
ર૭૦. લબ્ધિઓ
અથવા બાર એજનના વિસ્તારમાં રહેલા ચક્રવર્તિના સૈન્યમાં વાગતા વાજિંત્રેના સમૂહને અથવા એક સાથે વગાડાતા ઢોલ વગેરેના અવાજને ભિન્ન-ભિન્ન લક્ષણ અને વિધાનપૂર્વક પરસ્પર જુદા-જુદા લેક સમૂહમાંથી ઉત્પન્ન થયેલા અથવા શંખ, કાહલા, ભેરી એટલે નગારા, ભાણ, ઢક્કા વગેરે વાજિંત્રના અવાજને એકી સાથે જ અને ઘણા શબ્દોને જે સાંભળી શકે અને તેને નિર્ણય કરી શકે, તે સંભિન્નતાલબ્ધિમાન કહેવાય છે. (૧૪૯૮)
रिउ सामन्नं तम्मत्तगाहिणी रिउमई मणोनाण । पायं विसेसविमुहं घडमेत्तं चिंतिय मुणइ ॥१४९९।। विउलं वत्थुविसेसण नाणं तग्गाहिणी मई विउला । चिंतियमणुसरइ घडं पसंगओ पजनसएहिं ॥१५००॥
જજ એટલે સામાન્ય, તમાત્રને ગ્રહણ કરનારુ જે મન:પર્યવજ્ઞાન, જે પ્રાયઃ કરી વિશેષ રહિત છે. જેમ ઘડાને ચિતવેલ છે-એમ જાણી શકે.
વસ્તુના વિશેષને ગ્રહણ કરનારું જે જ્ઞાન અને તેને ગ્રહણ કરનારી જે વિપુલબુદ્ધિદ, તે વિપુલમતિ મન:પર્યવ કહેવાય. અર્થાત ઘટને પર્યાય સાથે જાણી શકે છે.
ગજુમતિલબ્ધિઃ - ઋજુ એટલે સામાન્ય વસ્તુમાત્રને ગ્રહણ કરનારી મતિ એટલે જ્ઞાન તે ઋજુમતિમ પર્યવજ્ઞાન કહેવાય. તે ઋજુમતિ મેટે ભાગે વિશેષ રહિતપણે એટલે દેશકાળ વગેરે અનેક પર્યાયે વગર બીજાવડે ચિતવાયેલ ઘડામાત્રને જાણી શકે છે.
વિપુલમતિલબ્ધિ – ઘડા વગેરે વસ્તુઓને દેશ, ક્ષેત્ર, કાળ વગેરે વિશેના માન એટલે સંખ્યાને જાણી શકે, તે વિપુલને ગ્રહણ કરનારી જે બુદ્ધિ એટલે જ્ઞાન તે વિપુલમતિન ૫ર્યવજ્ઞાન કહેવાય. આ જ્ઞાન બીજાએ ચિંતવેલ ઘડાને પ્રસંગાનુસાર સેંકડે પર્યાય યુક્ત જાણી શકે છે. જેમકે આ ઘડે સેનાને, પાટલિપુત્ર નગરને, ન અદ્યતન, મેટા ઓરડામાં રહેલો, વગેરે ઘણું વિશેષથી વિશિષ્ટ ઘડાને બીજાએ વિચારેલ જાણી શકે છે. આને ભાવ એ છે કે,
મન:પર્યવજ્ઞાન બે પ્રકારે છે. ૧. જુમતિ અને ૨. વિપુલમતિ. તેમાં જે સામાન્ય ઘડા વગેરે વસ્તુમાત્રને વિચારવામાં પ્રવૃત્ત થયેલ મનના પરિણામને ગ્રહણ કરનાર, કંઈક અવિશુદ્ધતર, મનુષ્યક્ષેત્ર એટલે અઢીદ્વીપમાં અઢી આગળ એછું, એટલા ક્ષેત્રમાં રહેલા વિષયનું જે જ્ઞાન, તે ઋજુમતિલબ્ધિ છે. સેંકડે પર્યાયે સહિત ઘડા વગેરે વસ્તુઓના વિશેષ ચિંતનમાં પ્રવૃત્ત થયેલ મનોદ્રવ્યને ગ્રહણ કરનાર, સ્પષ્ટ અને સંપૂર્ણ મનુષ્યક્ષેત્ર વિષયક જે જ્ઞાન, તે વિપુલમતિલબ્ધિ, (૧૪–૧૫૦૦)