________________
४७८
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ आसी दाढा तग्गय महाविसाऽऽसीविसा दुविहभेया । ते कम्मजाइमेएण णेगहा चउविहविकप्पा ॥१५०१॥
આશી એટલે દાઢા. તેમાં જે રહેલ મહાર, તે આશીવિષ કહેવાય. તે ઝેર કર્મ અને જાતિના ભેદે બે પ્રકારે છે. તે બંને પ્રકારે પણ અનેક ભેદે અને ચાર ભેદે છે.
આશીવિષલબ્ધિ – આશી એટલે દાઢાઓ. તેમાં રહેલું જે મહાઝેર જેમને હેય, તે આશીવિષ કહેવાય છે. તે આશીવિષે બે પ્રકારે છે.
૧. કર્મભેદ ૨. જાતિભેદ, તેમાં કર્મભેદમાં પચેંદ્રિય તિર્યંચ ચેનિઝ, મનુષ્ય, સહસ્ત્રાર સુધીના દે–એમ અનેક પ્રકારે છે. એમને તપ ચારિત્રના અનુષ્ઠાને અથવા બીજા કેઈક ગુણનાં કારણે આશીવિષ સાપ, વીંછી, નાગ, વગેરેવડે સાધ્યક્રિયા તેઓ કરી શકે છે.
શ્રાપ વગેરે આપવા દ્વારા બીજાને નાશ પણ કરી શકે છે. દેવેને આ લબ્ધિ અપર્યાપ્ત અવસ્થામાં હોય છે એમ જાણવું. કારણકે, જેમને પૂર્વે મનુષ્યભવમાં આશીવિષલબ્ધિ પ્રાપ્ત કરી હોય અને સહસ્ત્રાર સુધીમાં નવીનદેવ તરીકે ઉત્પન્ન થયેલા હોય, તેમને અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વભવની આશીવિષલબ્ધિના સંસ્કાર લેવાથી આશીવિષલબ્ધિવાનરૂપે વ્યવહારમાં કહેવાય છે. તે પછી પર્યાપ્ત અવસ્થામાં તે સંસ્કાર જતા રહેતા હોવાથી આશીવિષલબ્ધિમાન કહેવાતા નથી.
જે કે પર્યાપ્તાદે પણ શ્રાપ વગેરે દ્વારા બીજાને નાશ કરી શકે છે. છતાં તેઓ તે લબ્ધિધારી કહેવાતા નથી. કારણ કે, આ પ્રમાણે થવું તેમને ભવ પ્રત્યય અને તેવા પ્રકારના સામર્થ્યના કારણે હેવાથી સર્વ સાધારણ છે. ગુણપ્રત્યયિક જે સામર્થ્ય વિશેષ તે લબ્ધિ કહેવાય એવી પ્રસિદ્ધિ છે.
જાતિ આશીવિષ વીંછી, દેડકે, સાપ અને મનુષ્યના ભેદ ચારે પ્રકારે છે. તેઓ ક્રમસર બહુ, બહુતર, બહુરમ, અતિબહતમ વિષવાળા છે. વીંછીનું ઝેર ઉત્કૃષ્ટથી અર્ધ ભરતક્ષેત્ર પ્રમાણ શરીરમાં ફેલાઈ શકે છે. દેડકાનું ઝેર ભરતક્ષેત્ર પ્રમાણ, સાપનું ઝેર જબૂદ્વીપ પ્રમાણ ક્ષેત્ર અને મનુષ્યનું ઝેર સમય ક્ષેત્ર પ્રમાણુ એટલે અઢી દ્વીપ પ્રમાણ ક્ષેત્રમાં ફેલાઈ શકે છે. (૧૫૦૧) હવે ક્ષીર મધુસપિરાશ્રવ અને કેકબુદ્ધિલબ્ધિ કહે છે.
खीरमहुसप्पिसाओवमाणवयणा तयासवा हुंति । कोट्टयधन्नसुनिग्गलसुत्तत्था कोहबुद्धीया ॥१५०२॥
ખીર, મધ, ઘીના જેવા સ્વાદની ઉપમાવાળા વચને જેમના નીકળે, તે ક્ષીરમધુ સર્ષિાશ્રવલબ્ધિ કહેવાય અને કેઠીમાં રાખેલા અનાજની જેમ જેના સૂત્ર અર્થ હોય, તે કચ્છકબુદ્ધિ કહેવાય.