________________
૪૬૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ જરાયુ વગરનામાં ત્રણપ્રહર, જરાયુવાળાને જ્યાં સુધી જરાય પડે ત્યાં સુધી તથા જરાય પડી ગયા પછી ત્રણ પ્રહાર, તથા રાજમાર્ગ પર જે અસ્વાધ્યાયિક બિંદુ વગેરે પડયા હેય, તે કપે અને પ્રવાહમાં વહી ગયા પછી અસ્વાધ્યાય નથી.
હાથણ વગેરે જરાયુ વગરના પ્રાણીઓના પ્રસવામાં ત્રણ પ્રહર અસ્વાધ્યાય થાય. અને નજીક પ્રસવી હોય તે અહેરાત્ર છેડીને સ્વાધ્યાય કલ્પે. જરાયુવાળા ગાય, ભેંસ વગેરેને જ્યાં સુધી જરાયુ લબડતા હોય ત્યાં સુધી અસ્વાધ્યાય અને જરાય પડ્યા બાદ પણ ત્રણ પ્રહર અસ્વાધ્યાય થાય છે.
રાજમાર્ગમાં જે અસ્વાધ્યાયિક લેહી વગેરેના ટીપા પડયાં હેય, તે સ્વાધ્યાય કરી શકાય છે. કારણકે આવતા જતાં મનુષ્ય તિર્યંચના પગ પડવાના કારણે પોતાની જાતેજ તે ઉડી જાય છે. અહીં આગળ જિનાજ્ઞાજ પ્રમાણરૂપ હેવાથી કેઈ દેષ નથી.
હવે જે તે તિર્યંચ સંબંધિત અસ્વાધ્યાયિક રાજમાર્ગથી બીજે સાઈઠ હાથની અંદર પડેલા હોય અને તે વરસાદના પાણીના પ્રવાહમાં તણાઈ જાય અથવા ઉપલક્ષણથી આગ વગેરે દ્વારા બળી જાય તે શુદ્ધ હવાથી સ્વાધ્યાય ખપી શકે છે. (૧૪૬૮) તિય સંબંધિત અસ્વાધ્યાય હવે મનુષ્ય સંબંધિત કહે છે.
माणुस्सयं चउद्धा अढि मोत्तण सयमहोरत्तं ।। परियावन्नविवन्ने सेसे तिय सत्त अद्वेव ॥१४६९॥
મનુષ્ય સંબંધિત અસ્વાધ્યાયિક હાડકાને છેડી, સે હાથમાં હોય, તો એક અહોરાત્ર અસક્ઝાય. અને પર્યાયાંતર એટલે પરિણામાંતર પામવાના કારણે વિવર્ણ થયા હોય, તે અસ્વાધ્યાય ન થાય. તથા બાકીનામાં ત્રણ દિવસ, સાત દિવસ, આઠ દિવસ, અસ્વાધ્યાય હેય છે.
મનુષ્ય સંબંધિત અસ્વાધ્યાય ચામડુ, લોહી, માંસ અને હાડકા-એમ ચાર પ્રકારે છે. આ ચારેમાં હાડકાને છેડી બાકીનામાં ક્ષેત્રથી સે હાથ જમીનની અંદર, કાળથી એક અહેરાત્ર સ્વાધ્યાય ન ખપે. પરંતુ મનુષ્ય કે તિર્યંચ સંબંધિ જે લેહી છે, તે જે પરિણામાંતર એટલે સ્વભાવથી અને રંગથી જે બદલાઈ જાય અને ખેરના લાકડાના માવા જેવા થઈ જાય, તે અસજઝાય ન થાય અને તે પડ્યા હોય, તે સ્વાધ્યાય કરાય છે. અને પરિણામાંતર કે વિવર્ણપણા સિવાય બીજામાં અસ્વાધ્યાય થાય છે.
સ્ત્રીને જે મહિને મહિને આર્તવ અસજઝાય આવે છે, તે સ્વભાવથી ત્રણ દિવસ ઝરે છે, માટે ત્રણ દિવસ અસઝાય થાય છે. ત્રણ દિવસ પછી પણ કેટલીક સ્ત્રીઓને કરે છે, પણ તે આર્તવ નથી પરંતુ તે મહારક્ત નિયમ પયાર અને વિવણ થયેલ હોય છે. એટલે અસ્વાધ્યાય ન ગણાય.