________________
૨૬૮. અસજઝાય
४६७ જે બિલાડી વગેરેએ ઉંદર વગેરેને ફાડ્યા વગર જ મારી નાંખ્યો હોય અને મારીને અથવા ગળીને કે પકડીને સ્થાનથી ભાગી જાય તે સાધુએ સૂત્ર ભણું શકે છે. એમાં કઈ દેષ નથી. બીજા આચાર્યો આ વાત માનતા નથી. એમનું કહેવું છે કે, - કેને ખબર છે કે, ઉંદર ફાડ્યા વગર માર્યો છે કે, ફાડીને માર્યો. બીજા આચાર્યો એમ કહે છે.
જ્યાં બિલાડી વગેરે જાતે મર્યા હોય કે, બીજા કેઈએ માર્યો હોય પણ જયાં સુધી શરીર અવિભિન્ન એટલે ફાડ્યા વગરનું હોય તે ત્યાં સુધી અસ્વાધ્યાય નથી. જ્યારે શરીર ભેદાય એટલે ફાટી જાય ત્યારે અસ્વાધ્યાય થાય છે. આ વાત બરાબર નથી. કારણ કે ચામડા વગેરેના ફાટવાથી ચારે પ્રકારનો અસ્વાધ્યાય કહ્યો છે. તેથી ન ભેદાયેલ હોય તે પણ અસ્વાધ્યાય થાય જ છે.
સાઈઠ હાથમાં પડેલું લેહી આકાશમાંથી પાણીનો પ્રવાહ એટલે વરસાદ વગેરે પડવાના કારણે આવેલા પાણીના પ્રવાહમાં જે તણાઈ જાય તે ત્રણ પરિસી પહેલા પણ શુદ્ધ હોવાથી અસ્વાધ્યાયપણું નથી માટે સ્વાધ્યાય કર. (૧૪૬૬) હવે તિર્યંચોના અસ્વાધ્યાયના પ્રસંગથી બીજુ' પણ કહે છે.
अंडगमुज्झिय कप्पे न भूमि खणंति इयरहा तिन्नि । असझाइयप्पमाणं मच्छियपाया जहिं बुड्डे ॥१४६७॥
ઇંડું પડે અને તેને દૂર મૂકી દીધા પછી સ્વાધ્યાય ખપે. પડેલ ઈંડાના કલલબિદુઓ જમીન પર માખીના પગ ડુબે એટલા પડયા હોય અને તેને બેદી નાખવામાં આવે તો પણ ત્રણ પ્રહર અસ્વાધ્યાય.
સાઈઠ હાથમાં ઇડુ પડે અને તે જે ફૂટે નહીં અને અખંડ રહે તે તેને બીજી જગ્યાએ છોડી દેવામાં આવે, તે સ્વાધ્યાય ખપી શકે છે. હવે જે પડેલું ઈંડુ ફૂટી જાય અને તેના કલલ-લેહી વગેરે બિંદુઓ જમીન પર પડે, તે જ્યાં સુધી જમીન ન દે ત્યાં સુધી સ્વાધ્યાય ન કપે.
જે જમીન ખેદી અસ્વાધ્યાયિક વસ્તુઓ દૂર લઈ જાય તે પણ ત્રણ પ્રહર સુધી અસ્વાધ્યાય થાય છે. હવે જે કલ્પ એટલે કપડા પર તે કુટેલા ઇંડાના કલિબિંદુઓ પડ્યા હોય કે લાગ્યા હોય તે તેને સાઈઠ હાથ બહાર લઈ જઈ છેવામાં આવે તે સ્વાધ્યાય ખપે. જે ઈંડાના બિંદુઓમાં કે લેહીના બિંદુઓમાં માંખીને પગ ડૂબે એટલા પણ પડ્યા હોય, તે પણ અસજઝાય થાય છે. એટલે જેટલા પ્રમાણમાં માખી પગોના ડૂબે એટલા પણ ઇંડાના કે લેહીના ટીપા જમીન પર પડ્યા હોય તે પણ અસ્વાધ્યાય થાય છે. (૧૪૬૭)
अजराउ तिन्नि पोरिसि जराउयाणं जरे पडे तिन्नि । रायपहबिंदुपडिए कप्पे बुढे पुणो नत्थि ॥१४६८॥