________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
દ્રવ્યથી - જળચર વગેરે તિર્યંચ પંચંદ્રિયનું લેહી વગેરે દ્રવ્ય અસ્વાધ્યાયકરૂપે થાય છે. વિકલેન્દ્રિયનું નહીં.
ક્ષેત્રથી - સાઈઠ (૬૦) હાથમાં પડેલ હોય, તે છેડવું; એનાથી આગળ હેય તે નહીં. હવે જે તે સ્થાન કાગડા, કૂતરા વગેરે તિર્યએ માંસના ટુકડાઓ ચારે તરફ વિખેર્યા હોય અને જે ગામ હોય, તે તેમાં ત્રણ શેરી પછી માંસ વગેરે વિખરાયેલ હોય, તે પણ સ્વાધ્યાય કરાય છે. જે નગર હેય તે ત્યાં જ્યાં આગળથી રાજા લાવ લશ્કર સાથે જતા હોય, દેવનું વાહન અથવા રથ વગેરે વિવિધ વાહનોની અવર જવર થતી હોય, તેવી એક મટી શેરી છોડ્યા પછી પણ સ્વાધ્યાય કરાય. હવે જે આખા ગામમાં માંસના પુલો વિખરાયેલા હેય, ત્રણ શેરી પછી પણ માંસનાં મુદ્દલો મળતા હોય અને સ્વાધ્યાય થાય એવું ન હોય તે ગામ બહાર જઈ સ્વાધ્યાય કરવો. (૧૪૬૪)
દ્રવ્ય ક્ષેત્રની વિચારણું પૂરી થઈ હવે કાળ અને ભાવથી કહે છે. काले तिपोरिसि अट्ठ व भावे सुत्तं तु नदिमाईयं । सोणिय मंस चम्मं अट्ठीवि य अहव चत्तारि ॥१४६५।।
કાળથી - જળચર વગેરેના લેહી વગેરે પડવાના કાળથી લઈ ત્રણ પિરિસી સ્વાધ્યાય હણાય છે. જ્યારે મેટા શરીરવાળા ઉંદરને બિલાડા વગેરે દ્વારા મારણથી આઠ પોરિસી સુધી અસ્વાધ્યાય છે.
ભાવથી - નંદિ વગેરે સૂત્રો ન ભણે..
અથવા જળચર વગેરે દરેકના લેહી વગેરે ભેદથી ચાર પ્રકાર થાય છે. તે આ પ્રમાણે લેહી, માંસ, ચામડી અને હાડકું. આ ચારે પ્રસિદ્ધ છે. (૧૪૬૫)
अंतो बहिं व धोयं सट्ठी हत्थाउ पोरिसी तिन्नि । महकाइ अहोरत्तं रत्ते बूढे य सुद्धं तु ॥१४६६॥
જે સાઈઠ હાથની અંદર માંસને ધુવે અને પછી બહાર લઈ જાય તો પણ ત્રણ પ્રહર અસઝાય, મહાકાય હોય તે અહેરાત્ર અને લેહી પાના પ્રવાહમાં વહી ગયું હોય તો શુક્ર છે.
જે સાઈઠ હાથની અંદર માંસને ધુવે અને પછી તેને બહાર લઈ જાય, તે પણ નિયમા કેટલાક અવયવો પડેલા હોય છે, તેથી ત્રણ પિરિસી સ્વાધ્યાય છેડી દે. એ પ્રમાણે માંસ પકાવવામાં પણ જાણવું. સાઈઠ (૬૦) હાથથી બહાર લઈ જઈને માંસ ધુવે પકાવે તે સ્વાધ્યાય કરવામાં કે ઈ દેવ નથી.
હવે આગળ (૧૪૬૫નીગાથા) માં કર એમ જે કહ્યું છે, તેની વિચારણું કરે છે. મહુવા શોરૂં એની વ્યાખ્યા આગળ કરી છે. આમાં કઈક આચાર્યને એ મત છે કે,