________________
४६५
૨૬૮. અસજઝાય
હવે જે સુવાવડી બાઈને પુત્રને જન્મ થયો હોય, તે સાત દિવસ અસઝાય આઠમે દિવસે સ્વાધ્યાય કર, જે છેકરી જન્મી હોય તે લેહીની અધિક્તાવાળી હેવાથી તેના જન્મમાં આઠ દિવસ અસ્વાધ્યાય થાય છે. નવમા દિવસે સ્વાધ્યાય કરાય છે. (૧૪૬૯) હવે આજ ગાથાના પદની વ્યાખ્યા કરે છે.
रत्तुकडा उ इत्थी अट्ट दिणा तेण सत्त सुक्कहिए । तिण्ण दिणाण परेणं अणोउगं तं महारतं ॥१४७०॥
નિષેકકાળે એટલે સંબંધ વખતે જે લોહીની અધિકતા હોય, તો સ્ત્રી જન્મે છે.
અને તેના જન્મમાં આઠ દિવસની અસજઝાય હોય છે. શુક્રની અધિકતા હોય, તે પુત્ર જન્મે છે, તેથી તેને જન્મમાં સાત દિવસની અસજઝાય છે તથા સ્ત્રીઓને ત્રણ દિવસ પછી જે મહારક્ત હોય છે, તે અનાર્તવ છે. તેથી તે ગણવું નહીં. (૧૪૭૦) હવે આગળ જે હાડકાને છેડી એમ કહ્યું હતું તે હાડકાની વિધિ કહે છે. दंते दिट्टि विगिंचण सेसट्टि बारसेव वरिसाई । दड्ढट्ठोसु न चेव य कीरइ सज्झायपरिहारो ॥१४७१।।
દાંતને શેધીને પરઠવ. બાકીના હાડકો જો સે હાથમાં પડયા હેય, તો એ હાથમાં બારવરસ સુધી અસ્વાધ્યાય. જે હાડકુ અગ્નિથી બળેલ હોય તે સ્વાધ્યાયનો ત્યાગ કરાતો નથી.
જ્યાં આગળ સે હાથની અંદર છોકરા વગેરે કેઈને પણ દાંત પડ હોય, તે તેને પ્રયત્નપૂર્વક શેાધે. જે મળી જાય, તે તેને પરઠવી દે. હવે જે સારી રીતે શોધવા છતાં ન મળે તે શુદ્ધ છે– એમ માની સ્વાધ્યાય કર. બીજા આચાર્યો કહે છે કે તેને પરઠવવા નિમિત્તને કાઉસ્સગ્ન કરે.
દાંત સિવાય બીજા અંગે પાંગના હાડકાં સે હાથમાં પડ્યા હોય તે બાર વર્ષ સુધી સ્વાધ્યાય ન કરી શકાય, જો તે હાડકાં આગથી બાળ્યા હોય અને સે હાથમાં રહ્યા હોય. તે વાચના વગેરે સ્વાધ્યાયને ત્યાગ કરાતો નથી. અનુપ્રેક્ષા સ્વાધ્યાયને કયારે પણ નિષેધ નથી. (૧૪૭૧)