________________
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ તે પછી ફરીવાર મૂળથી લઈ એટલા જ સંયમસ્થાનો ઉપર પ્રમાણે કહેવા. તે પછી ફરી એક અસંખ્યાતગુણાધિકસ્થાન કહેવા. એ પ્રમાણે આ અસંખ્યાતગુણાધિક સંયમસ્થાને ત્યાં સુધી કહેવા, જ્યાં સુધી કંડક પ્રમાણ ન થાય.
. તે પછી આગળની પરિપાટી મુજબ ફરીવાર પણ અસંખ્યાતગુણાધિક સંયમસ્થાન કહેવું. તે પછી ફરીવાર મૂળથી લઈ જેટલા સંયમસ્થાને આગળ કહ્યા હતા, તેટલા તે પ્રમાણે કહેવા. તે પછી ફરી એક અનંતગુણાધિસ્થાન. તે પછી ફરી મૂળથી લઈ તેટલા સ્થાને એ પ્રમાણે કહેવા. તે પછી ફરી એક અનંતગુણાધિકસ્થાન કહેવું, એ પ્રમાણે અનંતગુણાધિક સંયમસ્થાને એક કડક પ્રમાણ થાય ત્યાં સુધી કહેવા. તે પછી ફરીવાર પણ એના ઉપર પાંચની વૃદ્ધિરૂપ સંયમસ્થાનો મૂળથી લઈને-એ પ્રમાણે જ કહેવા. જે ફરીવાર અનંતગુણવૃદ્ધિરૂપસ્થાનને પ્રાપ્ત ન કરે કારણ કે, ષટ્રસ્થાનક સમાપ્ત થયેલ છે. આવા પ્રકારના અસંખ્યાત કંડક મળવાથી એક ષટ્રસ્થાનક થાય છે. -
આ ષસ્થાનકથી આગળ ઉપર કહ્યા મુજબ બીજું સ્થાનક થાય છે અને એ પ્રમાણે ત્રીજું પણ થાય છે. એ પ્રમાણે ષટ્રસ્થાન કે અસંખ્યાત કાકાશનાં પ્રદેશ જેટલા થાય, ત્યાં સુધી કહેવા. કહ્યું છે કે,
ષસ્થાનક પૂરું થાય એટલે બીજું ષસ્થાનક, તે પછી બીજું એમ અસંખ્યાત કાકાશ જેટલા ષટ્રસ્થાનકે જાણવા.
આ ષસ્થાનકમાં કેવા પ્રકારને અનંતભાગ, અસંખ્યાતભાગ કે સંખ્યાતભાગ લેવાય છે, તે અથવા કેવા પ્રકારે સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ કે અનંતગુણ લેવાય છે, તે જણાવે છે.
જે અપેક્ષાએ અનંતગુણવૃદ્ધિ છે. તેને સર્વજીવ સંખ્યા પ્રમાણુ સંખ્યાવડે ભાગાકાર કરવો. ભાગાકાર કરતાં જે આવે, તે અનંતભાગ કહેવાય છે. તે અનંતભાગ અધિક આગળનું સંયમસ્થાન. આને ભાવાર્થ આ પ્રમાણે છે. પહેલા સંયમસ્થાનના જે નિર્વિભાગ ભાગે છે. તેને સર્વજીવસંખ્યા પ્રમાણુ સંખ્યાવડે ભાંગતા જે સંખ્યા આવે તેટલી સંખ્યા પ્રમાણ નિવિભાગ ભાગે બીજા સંચમસ્થાનમાં નિવિભાગ ભાગ વધુ હોય છે.
બીજા સંયમસ્થાનના જે નિર્વિભાગ ભાગો છે, તેને સર્વજીવસંખ્યા પ્રમાણ સંખ્યાવડે ગુણતા જે સંખ્યા આવે તેટલા પ્રમાણ નિર્વિભાગ ભાગો અધિક ત્રીજા સંયમ સ્થાનમાં નિર્વિભાગ ભાગો હોય છે. એ પ્રમાણે જે-જે સંયમસ્થાન અનંતભાગવૃદ્ધિવાળા આવે છે તે-તે પાછળના સંયમસ્થાનને સર્વજીવસંખ્યા પ્રમાણ સંખ્યા વડે ગુણતા જે સંખ્યા આવે તેટલા પ્રમાણુ અનંતભાગ અધિક જાણવા. - અસંખ્યાતભાગ અધિક આ પ્રમાણે છે. પાછળના સંયમ સ્થાનના જે નિર્વિભાગ ભાગે છે, તેને અસંખ્યાત કાકાશ પ્રદેશ પ્રમાણુ સંખ્યાવડે ભાગતા જે સંખ્યા આવે, તે અસંખ્યાતભાગ છે. તેથી તે અસંખ્યાતભાગ અધિક અસંખ્યાતભાગ અધિકસ્થાને