________________
૨૬૦. છ સ્થાન વૃદ્ધિહાનિ
૪૩૯ - આને ભાવ આ પ્રમાણે છે-પાછળના કંડકના છેલ્લા સંયમસ્થાનમાં રહેલા જે નિર્વિભાગ ભાગો છે, તેની અપેક્ષાએ કંડક પછીને સંયમસ્થાનમાં રહેલા નિવિભાગ ભાગરૂપ પ્રદેશ અસંખ્યાતમા ભાગ અધિક મળે છે. તેના પછી જે અંગુલ માત્ર ક્ષેત્રનાં અસંખ્યાતમાં ભાગમાં રહેલા પ્રદેશ સમૂહની સંખ્યા પ્રમાણે જે સંયમસ્થાને છે, તે અનુક્રમે અનંતભાગવૃદ્ધિવાળા જાણવા. આ બધા સંયમસ્થાને મળીને બીજું કંડક થાય છે. તે બીજા કંડક પછી જે બીજું સંયમસ્થાન છે, તે પણ બીજા કંડકના છેલ્લા સંયમસ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગોની અપેક્ષાએ અસંખ્યાતભાગવૃદ્ધિવાળું છે. તે પછીના રહેલા ઘણાયે સંયમસ્થાન જે કંડક પ્રમાણના થાય, ત્યાં સુધીના બધાએ અનુક્રમે અનંતભાગ અનંતભાગવૃદ્ધિવાળા જાણવા. તે પછી એક સંયમસ્થાન અસંખ્યાતભાગવૃદ્ધિવાળું છે. એ પ્રમાણે અનંતભાગ અધિકવાળા કંડક પ્રમાણુ સંયમસ્થાનેથી અસંખ્યાતભાગ અધિક સંયમસ્થાનો ત્યાં સુધી કહેવા કે, તે પણ એક કંડક જેટલા થાય, છેલ્લા અસંખ્ય ભાગ અધિકસંયમસ્થાનની પછી રહેલા કંડક પ્રમાણુ સંયમસ્થાનને અનુક્રમે અનંતભાગ અધિક કહેવા. તે પછી એક સંખ્યામભાગ અધિકસંયમાન થાય છે. ત્યારબાદ ફરી મૂળથી લઈ જેટલા સંયમ સ્થાને પહેલા પસાર થયા હતા તેટલા ફરીવાર તે જ ક્રમપૂર્વક કહીને ફરી એક સંખ્યાતભાગ અધિકસંયમસ્થાન કહેવું આ બીજું સંખ્યાતભાગ અધિકસ્થાન જાણવું.
ત્યાર પછી આ જ ક્રમપૂર્વક ત્રીજુ સંખ્યાતભાગ અધિકસ્થાન કહેવું. આ પ્રમાણે સંખ્યાતભાગ અધિકસંયમસ્થાને જ્યાં સુધી કંડક-પ્રમાણ ન થાય, ત્યાં સુધી કહેવા. ત્યાર પછી કહેલા ક્રમપૂર્વક સંખ્યાતભાગ અધિક ઘણા સ્થાનના પ્રસંગે સંખ્યાત ગુણાધિક એક સ્થાન કહેવું. ત્યારપછી આ જ ક્રમપૂર્વક ત્રીજું સંખ્યામભાગ અધિકસ્થાન મૂળથી આરંભીને કહેવું આ પ્રમાણે સંખ્યાતભાગ અધિકસંયમસ્થાને જ્યાં સુધી કંડક પ્રમાણુ ન થાય, ત્યાં સુધી કહેવા. ત્યાર પછી કહેલા ક્રમપૂર્વક સંખ્યાતભાગ અધિક ઘણાયે સ્થાનના પ્રસંગે સંખ્યાત ગુણાધિક એક સ્થાન કહેવું. ત્યારપછી ફરી પહેલેથી લઈ જેટલા સંયમસ્થાને આગળ પસાર થઈ ગયા છે, તેટલા જ ફરીવાર પણ કહેવા તે પછી ફરી એક સંખ્યાતગુણ અધિકસ્થાન કહેવું, ત્યાર પછી ફરીવાર પહેલેથી લઈ એટલા જ સંયમસ્થાને ઉપર પ્રમાણે કહેવા.
તે પછી ફરી એક સંખ્યાત ગુણાધિકસ્થાન કહેવું, આ પ્રમાણે સંખ્યા ગુણાધિક આ સ્થાને કંડક પ્રમાણ થાય ત્યાં સુધી કહેવા. તે પછી આ જ ક્રમ મુજબ ફરી સંખ્યાતગુણધિકસ્થાનના પ્રસંગ અસંખ્યાતગુણાધિકનું સ્થાન કહેવું. તે પછી ફરીવાર - મૂળથી લઈ જેટલા સંયમસ્થાને પહેલા ઓળંગી ગયા હતા પસાર કર્યા હતા, એટલા . એ પ્રમાણે ફરીવાર પણ કહેવા. તે પછી ફરી એક અસંખ્યાતગુણાધિક સંચમસ્થાન કહેવા.