________________
૪૩૮
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ સર્વવિરતિના વિશુદ્ધિસ્થાને વિગેરે પદાર્થોની વિચરણ કરતાં તેમની વૃદ્ધિ અથવા હાનિ છ સ્થાનમાં રહેલી મળે છે. તે આ પ્રમાણે અનંતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ. એ પ્રમાણે હાનિ પણ જાણવી. સર્વવિરતિની વિચારણા કાંઈક સહેલી હોવાથી તેના વિશુદ્ધિ સ્થાનને આશ્રયી થેડી વિચારણા કરે છે. - સર્વઉત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધિસ્થાનકથી સર્વવિરતિનું સર્વ જઘન્ય વિશુદ્ધિસ્થાનક અનંતગણુ છે. અને બધી જગ્યાએ અનંતગુણપણું ષટ્રસ્થાનક વિચારણામાં સર્વ જીવના અંનત-પ્રમાણ ગુણાકારવડે જાણવું. એની ભાવના આ પ્રમાણે છે.. * સર્વ વિરતિનું સર્વથી જધન્ય વિશુદ્ધિ સ્થાનને પણ કેવલિની બુદ્ધિરૂપ છેદવડે છેદવું અને કેદ કરી તેના નિવિભાગ ભાગોને જુદા કરવા. તે નિર્વિભાગ ભાગો સર્વ સંકલના કરવાપૂર્વક વિચારતા સર્વ ઉત્કૃષ્ટ દેશવિરતિના સ્થાનમાં રહેલા જે નિવિભાગ ભાગો છે. તેનાથી સર્વજીવ અનંતરૂપ ગુણાકારવડે ગુણતા જેટલી સંખ્યા થાય, તેટલા પ્રમાણ વિશુદ્ધિ સ્થાને જાણવા અને ભાવાર્થ આ પ્રમાણે છે.
અહીં અસત્ કલ્પનાએ સર્વ ઉત્કૃષ્ટ દેશવિરતિના વિશુદ્ધિસ્થાનના નિવિભાગ ભાગે દસ હજાર છે. સર્વજીવ અનંતપ્રમાણુની સંખ્યા સો (૧૦૦) માનીએ, તે તે સંખ્યારૂપ સર્વ જીવ અનંત પ્રમાણુ-રૂપ સંખ્યા વડે દસહજાર સંખ્યારૂપ સર્વઉત્કૃષ્ટ દેશવિરતિને વિશુદ્ધિસ્થાનમાં રહેલા નિવિભાગ ભાગોને ગુણતા દસ લાખ થાય છે તે સંલાખ એ સર્વવિરતિના વિશુદ્ધિસ્થાનના નિવિભાગ ભાગો સર્વજઘન્યરૂપે થાય છે. અને આ સર્વજઘન્યચારિત્ર સંબંધિત વિશુદ્ધિસ્થાનમાં નિવિભાગ ભાગે એકઠા થયે છતે સર્વ જઘન્ય સંયમસ્થાન કહેવાય છે. તેના પછીનું બીજું જે સંયમસ્થાન, તે આગળના સંયમસ્થાનથી અનંતભાગ વૃદ્ધિવાળું છે. આને ભાવ એ છે કે, પહેલા સંયમસ્થાનમાં રહેલા નિર્વિભાગ ભાગોની અપેક્ષાએ બીજા સંયમસ્થાનમાં રહેલા નિવિભાગ ભાગો અનંતતમભાગ અધિક થાય છે. તેના પછીનું જે ત્રીજું છે તે તેનાથી અનંતભાગ વૃદ્ધિવાળું છે. એમ આગળ-આગળના સંયમસ્થાનેથી પછી-પછીના સંયમસ્થાને સતત અનંતભાગવૃદ્ધિવાળા એટલા થાય છે, કે અંગુલમાત્ર ક્ષેત્રના અસંખ્યાતમાભાગમાં રહેલા પ્રદેશોની સંખ્યા પ્રમાણ થાય છે. " આ બધા સંયમસ્થાને મળીને એક કંડક થાય. અંગુલ પ્રમાણ ક્ષેત્રના અસંખ્યાતમ ભાગે રહેલા પ્રદેશના પ્રમાણ રૂપ સંખ્યાને સિદ્ધાંતની વ્યાખ્યા પ્રમાણે એક કંઈક કહેવાય છે. કહ્યું છે, કે
વ્રુતિ રથ મન્નરુ માર મા અજ્ઞા ” તેથી તે કંડકના પછી રહેલ * બાજુનું બીજું જે સંયમરથાને છે તે આગળના સંયમસ્થાનથી અસંખ્યાતભાગ અધિક છે.