________________
૨૫૬. અનંત ષક सिद्धा १ निगोयजीवा २ वणस्सई ३ काल ४ पोग्गला ५ चेव । सव्वमलोगागासं ६ छप्पेएऽणतया नेया ॥१४०४॥
૧. સર્વ કર્મકલંકથી રહિત સિદ્ધો, ૨. તથા બધાયે એટલે સૂક્ષમ–બાદર ભેટવાળા નિગોદ એટલે અનંતકાયરૂપ છ, ૩. તથા પ્રત્યેક અને અનંત વનસ્પતિકાયરૂપ સર્વે વનસ્પતિ છે, ૪. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળના સમયરૂપ કાળ, ૫. સંપૂર્ણ પુદ્ગલાસ્તિકાયમાં રહેલા બધા પરમાણુરૂપ પુતલે, ૬, સંપૂર્ણ અલકાકાશ. આ યે રાશિ એટલે સમૂહો અનંતા જાણવા. (૧૪૦૪)
૨૫૭. અષ્ટાંગ નિમિત્ત अंगं १ सुविणं २ च सरं ३ उप्पायं ४ अंतरिक्ख ५ भोमं च ६ । चंजण ७ लक्खण ८ मेव य अट्ठपयारं इह निमित्तं ॥१४०५॥
અંગ, સ્વમ, સ્વર, ઉત્પાત, અંતરિક્ષ-આકાશ, જમીન-ભૌમ, વ્યંજન, લક્ષણએમ આઠ પ્રકારે શાસ્ત્રમાં નિમિત્તો છે.
ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જે અતીન્દ્રિય ભાવને એટલે હકીકતને જાણવામાં નિમિત્ત એટલે કારણરૂપે જે ભાવે કે પદાર્થો થાય, તે નિમિત્ત કહેવાય છે. (૧૪૦૫) હવે કમસર આઠ પ્રકારના નિમિત્તની વ્યાખ્યા કરે છે. કાળાર્દૂિ સુદાજુદું જ્ઞfમદ્ મન તમi ?
' तह सुसुमिणय दुस्सुमिणएहिं जं सुमिणयंति. तयं २ ॥१४०६॥
અંગની સ્કરણા વિગેરે વડે જે શુભાશુભ કહેવાય, તે અંગનિમિત્ત કહેવાય. તથા સુસ્વપ્ન અને દુઃસ્વપ્નવડે જે શુભાશુભ કહેવાય તે સ્વપ્ન.
૧. અંગ - અંગસ્કુરણ એટલે શરીરના અવયવે ફરકવા વિગેરે પ્રમાણ દ્વારા જે ભૂત, ભવિષ્ય, વર્તમાનકાળને તથા શુભ એટલે સારું અને અશુભ ખરાબ ભાવ બીજાને કહેવે, તે અંગ નામનું નિમિત્ત કહેવાય છે. જેમકે જમણી બાજુનું અંગ ફરકવાનું જે ફળ પુરુષને કહેવાશે તે ફળ આીઓને ડાબી બાજુએ કહેવું મસ્તક ફરકવાથી જમીનને લાભ થાય અને લલાટ ફરકવાથી સ્થાનની વૃદ્ધિ થાય છે. ૧. વિગેરે.
૫૫