________________
४३४
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ૨. સ્વપ્ન - સારા સ્વપ્નવડે તથા ખરાબ સ્વપ્નવડે જે શુભ અથવા અશુભ કહેવાય, તે સ્વપ્ન નામનું નિમિત્ત છે જેમકે–દેવપૂજા, પુત્ર, ભાઈ, ઉત્સવ, ગુરુ, છત્ર, કમળ જેવું તથા કિલ્લો, હાથી, વાદળા, ઝાડ, પહાડ, પ્રાસાદ ઉપર ચડવું, દરિયે તરા, દારૂ, અમૃત, દૂધ, દહીંનું પીવું, સૂર્ય, ચંદ્રને ગ્રસ્ત એટલે ખાઈ જવું, શિવપદ પર રહેવું આદિ સ્વપ્નમાં જુએ તે મનુષ્ય માટે શુભ છે. ૧. વિગેરે (૧૪૦૬) . મારું કે રવિણેલો કાંતિ વિયં રૂ .
रुहिरवरिसाइ जमि जायइ भन्नइ तम्मुपायं ४ ॥१४०७॥ .. - ઈષ્ટિ-અનિષ્ટ સારે અને ખરાબ જે સ્વર વિશેષ તે સ્વર જાણુ. લોહીની વર્ષા વિગેરે જે થાય તે ઉપાત કહેવાય છે.
૩. સ્વર – સારા અને ખરાબ જે સ્વર વિશેષથી એટલે જ વિગેરે સાત વરવડે અથવા પક્ષી વિગેરેના અવાજવડે જે બીજાને કહેવું તે સ્વર નામનું નિમિત્ત છે. જેમકે, ષડૂજ સ્વરવડે વૃત્તિ એટલે આજીવિકા મળે, કરેલું કાર્ય નિષ્ફળ ન જાય પણ સફળ થાય છે, ગાય, મિત્ર, પુત્રવાળે થાય અને સ્ત્રીઓને પ્રિય થાય છે. વિગેરે અથવા શ્યામાને ચિલિ-ચિલિ શબ્દ સારે છે. આ સૂલિ-સૂલિ શબ્દ ધન્ય છે. ચેરી-ચેરી શબ્દ દિપ્ત છે. ચિકકુ. શબ્દ લાભના કારણરૂપ છે...,
૪. ઉતપાત - સ્વભાવિક લેહી વિગેરેને વરસાદ જેમાં થાય તે ઉત્પાત નામનું નિમિત્ત કહેવાય છે. આદિ શબ્દવડે હાડકાંને વરસાદ વિગેરે સમજવું. જેમકે કહ્યું છે કે
જ્યાં આગળ મજજા, લેહી, હાડકા, અનાજ-ધાન્ય, અંગાર તથા ચરબીને વરસાદ વરસે છે, ત્યાં ચાર પ્રકારનાં ભય થાય છે. (૧૪૦૭).
गहवेहभूयअट्टहासपमुहं जमंतरिक्खं तं ५। भमो च भूमिकंपाइएहि नज्जइ वियारेहिं ६ ॥१४०८।।
ગ્રહવેધ, ભૂત-અટ્ટહાસ્ય વિગેરે જે થાય, તે અંતરિક્ષ કહેવાય છે. ધરતીકંપ વિગેરે વિકારેવડે ભૌમિક નિમિત્તે જાણવું.
૫. અંતરિક્ષ - ગહવેધ, ભૂતઅટ્ટહાસ્ય વિગેરે અંતરિક્ષ નિમિત્ત કહેવાય છે. ગ્રહનું છે. ગ્રહની વચ્ચેથી નીકળવું તે ગ્રહવેધ કહેવાય છે અને આકાશમાં આકસ્મિકરૂપે જે અતિમહાન કિલ–કિલ–એ અવાજ થે તે ભૂતઅટ્ટહાસ્ય કહેવાય છે જેમકેગ્રહમાંથી કેઈપણ ગ્રહ ચંદ્રને ભેદે છે ત્યારે રાજભય થાય છે અને ભયંકર પ્રજા #ભ થાય છે. વિગેરે. પ્રમુખ શબ્દ વડે ગાંધર્વનગર વિગેરેનો સમાવેશ કરી લે. જેમકે, કપિલ એટલે કાબરચીતરા રંગનું ગંધર્વનગર અનાજના ઘાત માટે થાય છે. મંજિષ્ટ રંગનું ગાનું હરણ થાય છે. અને અવ્યક્ત રંગનું બળ એટલે સૈન્ય ક્ષોભ કરે છે. એમાં સંશય નથી. જે ગાંધર્વ સ્નિગ્ધ, કિલા સહિત, તેરણ સહિત, સૌમ્ય દિશામાં રહેલું હોય, તે રાજાને વિજય કરનારું થાય છે.