________________
૪૧૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
अट्ठारसषिट्ठकरंडयस्स संधी उ हुति देहमि । बारस पंसुलियकरंडयाइहं तह छ पंसुलिए ॥११६८।। होइ कडाहे सत्तंगुलाई जीहा पलाइ पुण चउरो। अच्छीउ दो पलाई सिरं तु भणियं चउकवालं ॥११६९॥
શરીરમાં અઢાર (૧૦) પૃષ્ઠ કરંડક એટલે પાંસળીઓના સાંધા છે. એમાંથી બાર (૧૨) પાંસળીના કડક એટલે વાંસ રૂપે છે અને છે પાંસળીઓ કટાહરૂપે હોય છે. જીભ સાત આગળ લાંબી અને ચાર પલ પ્રમાણુ વજનની છે. આમ બે પલ પ્રમાણ વજનની છે. માથું ચાર કપાલ વડે એટલે હાડકાના ચાર ટુકડાવટે બનેલ છે એમ કહ્યું છે.
મનુષ્યના શરીર પૃષ્ઠ કરંડક એટલે પાંસળીઓના અઢાર ગાંઠરૂપે સાંધા છે. જેમ વાંસની ગાંઠ પર્વ હોય એના જેવા છે. તે અઢાર સાંધામાંથી બાર સાંધાઓમાંથી બાર પાસળીઓ નીકળી બંને પડખે વીંટળાય છાતીના વચ્ચેના અને ઉપરના હાડકાને લાગી–સ્પર્શી પ્યાલાના આકારે પરિણમે છે, આકારરૂપે થાય છે આથી જ કહ્યું છે કે આ શરીરમાં બાર પાંસળીરૂપે વાંસડા છે તથા તે જ પાંસળીઓમાંથી બાકીની છ પાંસળીઓના સાંધામાંથી છ પાંસળી નીકળી બંને પડખાને આવરી લઈ હૃદયને બંને તરફથી છાતી રૂપ પાંજરાથી નીચે અને નરમ-ઢીલા પેટની ઉપર પરસ્પર એકબીજાને મળીને રહે છે, આને કટાહ કહેવાય છે. મેંઢામાં રહેલ માંસના ટુકડા રૂધી જીભ આત્માંશુલ સાત આંગળ પ્રમાણ લાંબી છે. વજનથી મગધ દેશમાં પ્રસિદ્ધ એવા ચાર ૫લ પ્રમાણ છે. આંખ રૂપ માંસના ગેળા બે પલ પ્રમાણુના છે. માથું હાડકાના ચાર ટુકડારૂપ કપાલ વડે બનેલ છે. (૧૩૬૮–૧૩૬૯)
अद्धट्टपलं हिययं बत्तीस देसण अद्विखंडाई । कालेज्जयं तु सभए पणवीस पलाइ निर्व्हि ॥११७०॥
હૃદયમાં રહેલ હૃદયરૂપી માંસ ખંડ સાડા ત્રણ પલને છે. મોંઢામાં હડકાના કટકા ટુકડારૂપ બત્રીસ દાંતે છે. છાતીની અંદર ગુપ્તપણે રહેલ માંસ વિશેષરૂપ કલેજું પચ્ચીસ પલ પ્રમાણુનું આગમમાં કહ્યું છે. (૧૩૭૦)
अंताई दोनि इहयं पत्तेयं पंच पंच वामाओ सहिसयं संधीणं मम्माण सयं तु सत्तहियं ॥११७१॥
આ શરીરમાં બે આંતરડા છે તે બંને પાંચ-પાંચ હાથ પ્રમાણુના છે. તથા આંગળી વિગેરેના હાડકાના ટુકડાઓના જોડાણ રૂપ સાંધા એકસે સાંઈઠ (૧૬૦) છે અને મર્મરથાને જે સંખાણિકા વિરક વિગેરે એક સાત છે. (૧૩૭૧)