________________
૪૧૭
૨૪૮. શુક વિગેરેનું પ્રમાણ
सट्ठिसयं तु शिराणं नाभिप्पभवाण सिरभुवगयाणं । रसहरणि नाम धेज्जाण जाणऽणुग्गह विधाएसु ॥१३७२।। सुइचखुघाणजीहाणणुग्गहो होइ तह विधाओ य । सहसयं अन्नाण वि सिराणऽहोगामिणीण तहा ॥१३७३॥ पायतलमुवगयाणं जंघाबलकारिणीणऽणुवघाए । उवधाए सिरवियणं कुणंति अंधत्तणं च तहा ॥१३७४॥ अवराण गुदपविट्ठाण होइ सहुँ सयं तह सिराणं । जाण बलेण पवत्तइ वाऊ, मुत्तं पुरीसं च ॥१३७५॥ अरिसाउ पांडुरोगो वेगनिरोहो य ताण य विघाए । तिरिय गमाण सिराणं सह संयं होइ अवराणं ॥१३७६॥ बाहुबलकारिणीओ उवघाए कुच्छिउयर वियणाओ । कुव्वंति तहऽन्नाओ पणवीसं सिंमधरणीओ ॥१३७७॥ तह पित्तधारिणीओ पणवीसं दस य सुक्कधरणीओ। इय सत्तसिरसयाई नाभिप्पभवाई पुरिसस्स ॥१३७८॥
પુરૂષના શરીરમાં નાભિ એટલે ડુંટીમાંથી સાત ન–શિરાઓ નીકળે છે. તેમાં એક સાંઈઠ નાભિમાંથી નીકળી માથા ઉપરમાં જાય છે, તેમનું રસહરણ નામ છે. કારણ કે જે રસને લઈ જાય અથવા ફેલાવે તે રસહરણ. એ નસ ઉપર આઘાત લાગવાથી કે એના ઉપર અનુગ્રહ થવાથી કાન–આંખ-નાક જીભને ઉપર પણ એની આઘાત રૂપ ખરાબ તથા અનુગ્રહ રૂપ સારી અસર થાય છે.
તથા નીચે પગના તળિયા તરફ જતી નસોને કેઈપણ ઉપઘાત ન લાગે, તે તે જઘાબલ કરનારી એક સાંઈઠ નસે છે અને જે ઉપઘાત થાય તે માથાની વેદના અને અંધત્વ આદિ કરે છે.
ગુદામાં પ્રવેશેલી એક સાંઈઠ નસે છે જે નસના બળથી વાયુ, પેશાબ, વિષ્ટા જીવને સારી રીતે થાય છે. એ નસેને ઉપઘાત લાગવાથી મસા, પાંડુરોગ અને થંડીલ પેશાબને રેગ થાય છે.
બીજી એકસો સાંઈઠ નસે તિચ્છ જનારી છે. તે નસો હાથના બળને કરનારી ને બલ આપનારી છે અને એ નસેને આઘાત લાગવાથી કાખમાં, પેટમાં વેદના કરે છે,
૫૩