________________
૨૪૫-૨૪૬. ગર્ભમાં કેટલા પુત્રો-છ ઉત્પન્ન
થાય અને પુત્રના પિતા કેટલા હેય सुयलक्ख पुहुत्तं होइ एगनरभुत्तनारिंगभंमि। : उकोसोसेणं नवसयनर भुत्तत्थीइ एगसुओ॥१३६४॥
એક પુરૂષવડે ભોગવાયેલી સ્ત્રીના ગર્ભમાં લાખ પૃથકૃત્વ પુત્રો-જી હોય છે. ઉત્કૃષ્ટથી નવસે પુરૂષ વડે ભેગવાયેલ સ્ત્રીના ગર્ભમાં એક પુત્ર હેય છે.
એક પુરૂષવડે ભોગવાયેલ સ્ત્રીના ગર્ભમાં લાખ પૃથફત્વ પુત્રો (જીવ) હોય છે. પૃથકત્વ એટલે સિદ્ધાંતમાં કહેલ બેથી લઈ નવ સુધીની સંખ્યા સમજવી. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. પુરૂષ વડે ભેગવાયેલ એક સ્ત્રીના ગર્ભમાં જઘન્યથી એક—બે-ત્રણથી લઈ ઉત્કૃષ્ટ નવ લાખ સુધી જીવ ઉત્પન્ન થાય છે. જ્યારે જન્મ રૂપ ઉત્પત્તિ તે પ્રાયઃ કરી એક અથવા બે જીની જ થાય છે. બાકીના છ થડે કાળ જીવી મરણ પામે છે. તથા ઉત્કૃષ્ટથી નવસે પુરૂષવડે ભેગવાયેલ સ્ત્રીના ગર્ભમાં એક પુત્ર થાય છે. આને ભાવ આ પ્રમાણે છે. કેઈક મજબૂત સંઘયણ–શરીરવાળી કામાતુર સ્ત્રી જ્યારે બાર મુહુર્તમાં ઉત્કૃષ્ટથી નવસો પુરૂષની સાથે ભેગ ભેગવે ત્યારે તે બીજમાં જે પુત્ર ઉત્પન્ન થાય તે નવસે પિતાને પુત્ર કહેવાય છે. (૧૩૬૪).
૨૪૭. મહિલાઓને ગર્ભ ન રહેવાને કાળ
અને પુરૂષને અબીજ થવાનો કાળ पणपन्नाए परेणं जोणी पमिलायए महिलियाणं । पणहत्तरी' परओ होइ अबीयओ नरो पायं ॥१३६५॥ वाससयाउ कमेणं परेण जा होइ पुचकोडीओ। तस्सद्धे अभिलाया सव्वाउयवीस भाये य ॥१३६६॥
પંચાવન વર્ષ પછી મહિલાઓની નિ પ્લાન એટલે કરમાઈ જાય છે, પચેતેર વર્ષ પછી પુરૂષ પ્રાયઃ કરી અબીજ થાય છે. આ વાત સે વર્ષના આયુષ્યના હિસાબે છે. ત્યારબાદ પૂર્વ કોડ વર્ષ સુધી તેના અડધા આયુષ્ય સ્ત્રીયોનિ અસ્સાન હોય છે. અને પુરૂષ સર્વાયુને છેલ્લે વીસમે ભાગ અબીજ થાય છે,