________________
૨૪૩. ગર્ભસ્થિતજીવને આહાર पढमे समये जीवा उप्पना गब्भवास-मज्झमि । ओयं आहारता सव्वप्पणयाइ पूयव्व ॥१३६१॥ ओयाहारा जीवा सव्वे अपजत्तया मुणेयव्वा । पजत्ता उण लोमे पक्खेवे हुति भइयव्वा ॥१३६२॥
ગર્ભવાસમાં ઉત્પન્ન થનારા જી પહેલા સમયે સર્વાત્મપ્રદેશવડે પૂડલાની જેમ જ આહારને કરે છે. સર્વે અપર્યાપ્તાજી એજાહારી જાણવા, પર્યાપ્તા જીવ લેમાહારી-પ્રક્ષેપાહારી હોય છે.
ગર્ભવાસમાં ઉત્પન્ન થનાર છે પહેલા સમયે સંપૂર્ણ આત્મપ્રદેશવડે એજ આકારને પૂડલાની જેમ કરે છે. જેમ તેલથી ભરેલ ગરમ કઢઈમાં તવા પર પહેલા જ સમયે પૂડલે બધુ તેલ પી જાય છે એમ છે પણ ગાઁત્પતિના પ્રથમ સમયે એજ આહાર કરે છે. પિતાનું શુક્ર એટલે વીર્ય અને માતાનું લેહી એટલે જ એ બંનેને એક જગ્યાએ જે સંગ તે એજ કહેવાય છે. કઈ અવસ્થામાં જીવને કર્યો આહાર હોય છે તે પ્રસંગનુંસાર કહ્યું આ ગાથાની વ્યાખ્યા આગળ ૨૦૫મા દ્વારમાં કરી છે. (૧૩૬૧–૧૩૬૨)
૨૪૪. કેટલાકાળે ગર્ભત્પત્તિ તુકાળે લેહી અને વીર્યને વેગ થયે છતે કેટલા કાળે ગર્ભેત્તિ થાય છે. તે આ દ્વારમાં કહે છે. रिउसमयण्हायनारी नरोवभोगेण गब्भ संभूई । बारस मुहुत्त मज्झे जायइ उवरिं पुणो नेय ॥१३६३॥
ઋતુસ્નાતા સ્ત્રીને પુરુષવડે ભેગવાયા પછી બાર મુહુર્તમાં ગની ઉત્પત્તિ થાય છે. તે પછીના કાળે ન થાય.
મહિનાને અંતે ત્રણ દિવસ સુધી સ્ત્રીઓને જે સતત લેહી ઝરે, તે ઋતુ કહેવાય. એમાં ત્રણ દિવસ પછી શુદ્ધિ માટે સ્નાન કરેલ શ્રી ઋતુસ્નાતા કહેવાય. તે સ્ત્રીને પુરુષના સગવડે ગર્ભની ઉત્પત્તિ થાય છે, તે ગર્ભની ઉત્પત્તિ બાર મુહુર્તની અંદર જ થાય છે. એટલે ચોવીસ ઘડીની અંદર જ થાય છે–એ ભાવ છે. ત્યાર બાદ ગર્ભોત્પત્તિ થતી નથી. કારણ કે, બાર મુહુત સુધી જ શુક્ર અને લેહી અવિવસ્ત નિવાળું હોય છે. ત્યારબાદ વસ્તી એટલે નાશ પામેલ નિવાળું થાય છે. (૧૩૬૩)