________________
૩૮૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ બે પ્રકારના શ્રાવકે વિરત અને અવિરત એમ બે ભેદે છે. જેમને દેશવિરતિ સ્વીકારી હોય, તે વિરત અને જેમને ક્ષાયિક વિગેરે સમ્યક્ત્વ સ્વીકાર્યું હોય, તે અવિરત. જેમકે સત્યકી, શ્રેણક, કૃષ્ણ વિગેરે. કરવા, કરાવવારૂપ બે પ્રકારે દ્વિવિધ અને મન, વચન, કાયરૂપ, ત્રિવિધ એમ એક ભાગો જેની શરૂઆતમાં છે તે દ્વિવિધ-ત્રિવિધ વિગેરે આઠ ભાંગાઓનો સમૂહ હોવાથી આઠ પ્રકારના શ્રાવકે થાય છે. કહ્યું છે કે, પહેલે ભાંગો દ્વિવિધ-વિવિધ, બીજે દ્વિવિધ-દ્વિવિધ હોય છે. ત્રીજે એકવિધ-દ્વિવિધ, ચેાથે એકવિધ ત્રિવિધ, પાંચમે એકવિધ દ્વિવિધ, છઠ્ઠો એકવિધ એકવિધ સાતમે ઉત્તરગુણવાળે અને આઠમે અવિરત હોય છે.
૧. શ્રાવકેના વ્રતના ઘણું ભાંગાઓ હોવાથી કેઈપણ વ્રત સ્વીકારવાની ઈરછાવાળો કંઈક સ્વીકારે છે. તેમાં કરવા-કરાવવારૂપ બે પ્રકારે દ્વિવિધ, મન, વચન, કાયાવડે ત્રણ પ્રકારે ત્રિવિધ. એમ પહેલે ભાંગે એની વિચારણા આ પ્રમાણે છે. જાતે સ્થૂલહિંસા વિગેરે ન કરે. બીજા પાસે ન કરાવે મનથી, વચનથી, કાયાથી–આમાં અનુમતીને નિષેધ નથી. કારણ કે સંતાન વિગેરેને પરિગ્રહ વિદ્યમાન હોવાથી તેમના વડે કરાયેલ હિંસા વિગેરે કાર્યોમાં તેની અનુમતી મળે છે. જે એ પ્રમાણે ન હોય તે પરિગ્રહ અપરિગ્રહની અવિશેષતા થવાથી દિક્ષીત અને અદીક્ષિત વચ્ચે કેઈ ભેદ રહેશે નહીં.
વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વિગેરેમાં જે શ્રાવકેને વિવિધ-વિવિધે પચ્ચખાણ કહ્યું છે તે વિશેષ વિષયાનુસારની અપેક્ષાએ જાણવું. કહ્યું છે કે જે ખરેખર દીક્ષા લેવાની ઈચ્છાવાળે હેય, પણ પુત્ર વિગેરે સંતતિના પાલન માટે રોકાવાથી–વિલંબ થવાથી શ્રાવકની પ્રતિમાને સ્વીકાર કરે અથવા જે વિશેષ (પ્રકારે) સ્વયંભૂરમણ વિગેરે સમુદ્રમાં રહેલા માછલાનું માંસ, હાથીદાંત, ચિત્તાનું ચામડું વિગેરેની સ્કૂલહિંસા વિગેરેનું કેઈક અવસ્થા વિશેષે પચ્ચકખાણ કરે છે તે જ ત્રિવિધ-ત્રિવિધનું પચ્ચખાણ કરે છે, એ અલ્પવિષય હોવાથી અહીં એની વિવક્ષા કરી નથી.
દ્વિવિધ-દ્વિવિધએ બીજો ભાંગે. આ બીજા ભાંગાના ઉત્તર ભાંગ ત્રણ થાય છે. સ્થૂલહિંસા વિગેરે ન કરે, ન કરાવેએ દ્વિવિધ ભાંગાના ૧. મન વચનવડે, ૨. મન કાયાવડે અને ૩. વચન કાયાવડે.
૧. જ્યારે મન-વચન વડે કરે નહીં અને કાવે નહીં ત્યારે મનવડે ઉપયોગ–અભિસંધિ વગર જ અને વચનથી બોલ્યા વગર જ ફક્ત કાયાવડે અસંજ્ઞીની જેમ ટુચેષ્ટા વિગેરે કરે છે.
૨. મન અને કાયાવડે કરે નહીં અને કરાવે નહીં ત્યારે મનવડે ઉપગ વગર જ અને કાયાવડે દુશ્ચછા વિગેરેને ત્યાગ કરતે અનામેગથી વાણી વડે જ “હું હસું છું, હું ઘાત કરૂં છું વિગેરે બેલે.