________________
૨૩૬. અણુવન ભાંગા
૩૮૯ ૩. જ્યારે વચન કાયાવડે ન કરું ન કરવું, ત્યારે મનવડે જ ઉપગપૂર્વક કરે કરાવે છે. અનુમતી તે ત્રણે પ્રકારે બધે સ્થળે જ છે. એ પ્રમાણે બીજા ભાંગાએ પણ વિચારવા.
૩. દ્વિવિધ એકવિધ:- આમાં પણ ઉત્તરભાગા ત્રણ થાય છે. દ્વિવિઘ કરવું અને કરાવવું ૧. એક પ્રકારે મનવડે, ૨. વચનવડે અને ૩. કાયાવડે.
૪. એકવિધ વિવિધ – અહીં પટાભાંગ બે થાય. એક પ્રકારે કરવું તે મનવડે, વચનવડે અને કાયાવડે અથવા એક પ્રકારે કરાવવું મનવડે, વચનવડે અને કાયાવડે.
૫. એકવિધ દ્વિવિધ – આના ઉત્તરભેદ છ થાય છે. એકવિધ કરવું તે. ૧. મનવડે વચનવડે, ૨. મનવડે કાયાવડે, ૩. વચનવડે કાયાવડે અથવા એકવિધ કરાવવું તે. ૧. મનવચનવડે, ૨. મનકાયાવડે, ૩. અને વચનકાયાવડે એમ છ ભાંગા થાય.
૬. એકવિધ એકવિધ- એ છઠ્ઠો મૂળભાંગે આના પણ ઉત્તરભેદે છ થાય છે. એક પ્રકારે કરવું. ૧. મનવડે, ૨. વચનવડે, ૩. કાયાવડે અથવા એક પ્રકારે કરાવવું. ૧. મનવડે, ૨. વચનવડે, ૩. કાયાવડે આ પ્રમાણે છે મૂળભાંગા થયા, છ મૂળભાંગાના ઉત્તરભાગા બધા મળીને ૧ + ૩ + ૩ + ૨ + ૬+ = એકવીસ (૨૧) થાય છે. दुविहतिविहाइ छव्विह तेसिं भेया कमेणिमें हुंति पढमेकोदुन्नि तिया दुगेग दो छक्क इगवीसं ॥
દ્વિવિધ ત્રિવિધ વિગેરે છ ભાંગના ભેદ કમસર આ પ્રમાણે થાય છે. પહેલા એક ભેદ ૧. બે ભાંગાના ત્રણ-ત્રણ ભેદ, ચેાથાના બે ભેદ, અને છેલ્લા બે ના છ-છ ભેદ છે એમ કુલ એકવીસ ભેદ થાય છે.”
આગળ કહેલા જ દ્વિવિધ–વિવિધ વિગેરે છ ભાંગાઓની સ્થાપના કરે છે. તે છે ભાંગાઓના ક્રમસર આ પેટભેદો થાય છે. તે આ પ્રમાણે પહેલા એકની સ્થાપના કરવી. તે પછી ક્રમસર બે ત્રગડા (૩) ની સ્થાપના, તે પછી એક બગડે (૨) તે પછી બે છગડા (૬) લખવા.
આગળ કહેલી ટ્રભંગીના પહેલા ભાંગાને એક જ ભેદ, બીજા ભાંગામાં ઉત્તરભેદો ત્રણ છે. ત્રીજા ભાંગામાં પણ ત્રણ છે. ચોથા ભાંગામાં બે ભેદ, પાંચમામાં છે અને છઠ્ઠામાં પણ છ ઉત્તરભેદે છે, છ ભાંગાના ઉત્તરભેદ બધાયે મેળવતા કુલે એકવીસ થાય છે. એની સ્થાપના આ પ્રમાણે છે.
ગો કરણો | ૩ | ૨ | ૧ | ૩ | ૨ ભાંગાઓ