________________
૨૩૬. અણુવ્રતના ભાંગા
3८७ ૩. પરુષ એટલે કઠોરભાષા. જેમકે હે દુષ્ટ શિષ્ય... વિગેરે રૂપ કર્કશ કઠોર વચનો બોલવા તે પરુષભાષા.
૪. અલકા એટલે જૂઠીભાષા. જેમકે શું તે દિવસે જાય છે? વિગેરે પ્રશ્નના જવાબમાં કહે કે, “ના હું દિવસે જવાને નથી” વિગેરે જુઠું કહે.
૫. ગૃહસ્થીભાષા એટલે ગૃહસ્થની જે ભાષા તે ગહસ્થીભાષા જેમકે મારો દિકરો મારો ભણેજ વિગેરરૂપે છે.
૬. ઉપશાંતઅધિકરણ ઉલ્લાસ સંજનની એટલે શાંત પડેલ અધિકરણ, એટલે કલહ-લેશ ઝઘડા વિગેરેને ઉલ્લાસ કરનાર એટલે સારી રીતે ફેલાવનાર અને જગાડનાર ભાષા એ છઠ્ઠી ઉપશાંતાધિકરણ ઉલ્લાસને ઉત્પન્ન કરનાર ભાષા છે. ૧૩૨૧
૨૩૬. “અણુવ્રતોના ભાંગા” दुविहा २ अट्ठविहा वा ८ बत्तीसविहा य ३२ सत्तपणतीसा ७३५ । सोलस य सहस्स भवे अट्ठ सयट्ठोत्तरा १६८०८ वइणो ॥१३२२॥ .
બે પ્રકારે, આઠ પ્રકારે, બત્રીસ પ્રકારે, સાતસે પાંત્રીસ પ્રકારે, સેલહજાર આઠસે આઠ પ્રકારે વ્રતધારીઓ હોય છે.
નિયમ વિશેષરૂપ જેમને વ્રતો હોય તે વ્યક્તિ કહેવાય છે. એટલે શ્રાવક કહેવાય છે. તે આગળ કહેવાશે. એ પ્રમાણે બે પ્રકારના (૨) અથવા આઠ પ્રકારના (૮) અથવા બત્રીસ પ્રકારના (૩ર) અથવા સાતસે પાંત્રીસ પ્રકારના (૭૩૫) અથવા સેળહજાર આઠ આઠ (૧૬૦૮૦૮) પ્રકારના શ્રાવકે હોય છે. અહીં વ્રતધારી એ પ્રમાણે કહેવાથી સામાન્યરૂપે શ્રાવકે લેવાય છે. નહીં કે દેશવિરતિધરે જ, કેમકે અવિરત સમ્યગુદષ્ટિઓને સમ્યત્વ સ્વીકારરૂપ નિયમ હોય છે. ૧૩૨૨ હવે આ ભેદની વ્યાખ્યા કરવાની ઈચ્છાથી પહેલા ત્રણ ભેદોની
વ્યાખ્યા કરે છે. दुविहा विरयाविरया दुविहंति विहाइणट्ठहा हुंति । वयमेगेगं छव्विह गुणियं दुगमिलिय बत्तीस ॥१३२३।।
વિરત અને અવિરત-એમ બે પ્રકારે કિવિધ, વિવિધ વિગેરે ભેદે આઠ પ્રકારે થાય છે. એકેક વ્રત છે પ્રકારે ગુણતા અને બે ઉમેરતા બત્રીસ પ્રકારે થાય છે.