________________
૩૮૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ભયમહનીય પ્રકૃતિથી ઉત્પન્ન થયેલ આત્માને જે પરિણામ તે ભય. તે ભયના સ્થાને એટલે કારણે તે ભયસ્થાનો.
૧. ઈહલોકભય- મનુષ્ય વિગેરેને પોતાના સજાતિય બીજા મનુષ્ય વિગેરેથી જે ભય થાય તે ઈહલોકભય. અધિકૃત ભયવાળા જીવની, જીવની જાતિમાં જે લેક, તે. ઈહલોક. તે ઈહલેકથી ભય તે ઈહલેકનો ભય. આ પ્રમાણે વ્યુત્પત્તિ થાય છે.
ર. પરલોકભય - એટલે વિજાતિય તિયચ, દેવ વિગેરે રૂપ પર જાતિથી મનુષ્ય વિગેરેને જે ભય તે પરલોકભય.
૩. આદાનભય - એટલે જે ગ્રહણ કરાય તે આદાન. એને ભાવ એ છે કે, તેના માટે મારી પાસેથી આ–આ વસ્તુ લઈ લે છે. એ જે ભય તે આદાનભય. જેમકે ચાર વિગેરે તરફથી જે ભય તે આદાનભય.
૪. અકસ્માતભય:- બાહ્ય કારણ વગર ઘર વિગેરેમાં જ રહેલા રાત્રિ વિગેરેમાં જે બીક લાગે તે અકસ્માતભય.
પ. આજીવિકાભય – “ધન-ધાન્ય વિગેરે વિના હું દુકાળમાં શી રીતે જીવીશ?” એ પ્રમાણે દુકાળ પડવા વિગેરેનું સાંભળી જે ભય તે આજીવિકાભય.
૬. મરણુભય – નૈમિત્તિક એટલે તિષી વિગેરેએ કહ્યું હોય કે, “તું હમણ મરી જઈશ” એ સાંભળી જે ભય થાય તે મરણુભય.
૭. અશ્લોકભય – ખરાબ કામ કરવા તૈયાર થયેલાને વિવેક કરતા લેકનિંદાને વિચારી જે ભય લાગે, તે અલેક એટલે નિદાને ભય તે અલેકભય. ૧૩૨૦
૨૩૫. “અપ્રશસ્ત છ ભાષાઓ हीलय १ खिसिय २ फरुसा ३ अलिआ ४ तह गारहस्थिया भासा ५ । छट्ठी पुण उवसंताहिगरण उल्लास संजणणी ६ ॥१३२१॥
હીલિતા, ખિસિતા, પરુષ, અલિક એટલે જુઠ, ગૃહસ્થીભાષા અને છઠી ઉપશાંત અધિકરણ એટલે કલહને જગાડનારી એ અપ્રશસ્તભાષા છે.
જે બેલાય તે ભાષા એટલે વચને તેમાં જે ભારે કર્મ બંધ કરનારા હેવાથી અભિત છે માટે તે અપ્રશસ્ત ભાષારૂપે કહેવાય છે. તે અપ્રશસ્તભાષા હીલિતા વિગેરે ભેદે છ પ્રકારે છે.
૧. હીલિતા એટલે અસૂયાપૂર્વક અવગણના કરતો બેલે કે, હે વાચક! હે જયેષ્ટાચાર્ય વિગેરે હીલનાકારક વચને બેલવા.
૨. બિસિતા એટલે જાતિ અથવા કાર્ય વિગેરે પ્રગટ કરવાવડે તિરસ્કારકારક વચનો બેલવા તે ખ્રિસિતાભાષા છે.