________________
૩૭૮
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨
પૃથ્વીકાય વિગેરે એકેન્દ્રિયેને કેવલિ અને આહારક સમુઘાત વગર પહેલાં પાંચ સમુદ્દઘાતે હોય છે. આ પાંચ પણ વૈક્રિય વગર ચાર સમુદ્દઘાતે વિકસેંદ્રિય અને અસજ્ઞિ પંચેન્દ્રિયેને હોય છે. આ ગાથાને પ્રજ્ઞાપના, પંચસંગ્રહ જીવસમાસ વિગેરે બીજા શાસ્ત્રો સાથે વિસંવાદ-વિરોધ થાય છે, તે ગ્રંથમાં એકેન્દ્રિય વિગેરે તેજસ સમુદ્દઘાતને નિષેધ કર્યો છે. તથા પ્રજ્ઞાપના સૂત્રમાં વીસ દંડક કમમાં કહ્યું છે કે,
હે ભગવંત! નારકીઓને કેટલા સમુદ્દઘાત કહ્યા છે ?
હે ગૌતમ! ચાર મુદ્દઘાને કહ્યા છે. તે આ પ્રમાણે, વેદનાસમુદઘાત, કષાયસમુદ્દઘાત, મારણાંતિકસમુદ્દઘાત, વૈક્રિયસમુદ્દઘાત.
હે ભગવંત ! અસુરકુમારને કેટલા સમુદ્યાતો કહ્યા છે ?
હે ગૌતમ! પાંચ સમુદ્દઘાત કહ્યા છે તે આ પ્રમાણે, વેદનાસમુદઘાત, તૈજસસમુદ્દઘાત, કષાયસમુદ્રઘાત, મારણાંતિકસમુદ્દઘાત, વૈક્રિયસમુદ્દઘાત એ પ્રમાણે સ્વનિત કુમાર સુધી જાણવું.
હે ભગવંત! પૃથ્વીકાયિકને કેટલા સમુદ્દઘાત કહ્યા છે? હે ગૌતમ ! ત્રણ સમુદઘાત કહ્યા છે તે આ પ્રમાણે, વેદના મુદ્દઘાત, કષાયસ મુદ્દઘાત, અને મારણાંતિક સમુદઘાત. એ પ્રમાણે ચૌરિંદ્રિય સુધી જાણવું, પરંતુ વાયુકાયિકેને ચાર સમુદ્દઘાત કહ્યા છે. તે આ પ્રમાણે વેદના મુદ્દઘાત, કષાયસમુદઘાત, મારણાંતિકસમુદઘાત, વૈક્રિયસમુદ્રઘાત.
હે ભગવંત! પંચેન્દ્રિય તિર્યંચથી લઈ વૈમાનિકે સુધી કેટલા સમુદ્દઘાને કહા છે?
હે ગૌતમ! પાંચ સમુદ્દઘાત કહ્યા છે. તે આ પ્રમાણે. વેદના સમુદ્દઘાત, વૈક્રિય સમુદઘાત, કષાયસમુદ્રઘાત, તેજસ સમુદઘાત, મારણાંતિકસમુદ્દઘાત, પરંતુ મનુષ્યને સાત પ્રકારના સમુદઘાત કહ્યા છે. તે આ પ્રમાણે. વેદના સમુદ્રઘાતથી લઈ કેવલિ સમુદ્દઘાત સુધી જાણવા. (૨૦૮૯-૨૦૯૨)
આ સૂત્રને સહેલાઈથી જાણી શકાય તે માટે કંઈક વ્યાખ્યા કરે છે. નારકીઓને પહેલા ચાર સમુદ્યા છે. કારણ કે તેઓને ભવ પ્રત્યયથી જ તેજલેશ્યાલબ્ધિ, આહારક લધિ અને કેવલિપણને અભાવ હોવાથી બાકીના ત્રણ સમુદ્દઘાતે હેતા નથી. દશે અસુરકુમાર વિગેરે ભવનપતિઓને તેજલેશ્યાની લબ્ધિ હેવાથી પહેલાં પાંચ સમુદ્દઘાત હેય છે. પૃથ્વી-અપ-તેલ–વનસ્પતિ-બેઈદ્રિય-તેઈન્દ્રિય-ચઉરિન્દ્રિયને પહેલા ત્રણ એટલે વેદનાસ મુદ્દઘાત, કષાયસમુદ્દઘાત, મરણાંતિકસ મુદ્દઘાત હોય છે. ત્યાં વૈક્રિય લબ્ધિને અસંભવ હોવાથી વૈક્રિયસમુદ્દઘાત નથી. વાયુકાયને પહેલા ચાર હોય છે કારણ કે બાઇર પર્યાપ્ત વાયુકાયિકને વૈક્રિયલબ્ધિને સંભવ હોવાથી વૈક્રિયસમુદ્રઘાત સંભવે છે પંચેન્દ્રિય તિર્થને પહેલાં પાંચ હોય છે. કેમકે તેમાં કેટલાકને વૈક્રિય અને તેજલેશ્યાની લબ્ધિ પણ હોય છે. મનુષ્યને સાતે હોય છે. વ્યંતર જતિષી અને વૈમાનિકેને પહેલા પાંચ હોય છે. ૧૩૧૨