________________
૩૭૯
૨૩૧ સાત સમુહૂંઘાત હવે કેવલિસમુદ્દઘાતની સૂત્રકાર જાતે વ્યાખ્યા કરે છે.
केवलिय समुग्घाओ पढमे समयंमि विरयए दंडं । बीए पुणो कवाडं मंथाणं कुणइ तइयंमि ॥१३१३॥ लोयं भरइ चउत्थे पंचमए अंतराई संहरइ । छठे पुण मंथाणं हरइ कवाडंपि सत्तमए ॥१३१४॥ अट्ठमए दंडपि हु उरलंगो पढमचरम समएसु । सत्तमट्टबिइज्जेसु होइ ओराल मिस्सेसो ॥१३१५॥ कम्मणसरीरजोई चउत्थए पंचमे तइज्जे य । जं होइ अणाहारो सो तंमि तिगेऽवि समयाणं ॥१३१६॥
કેવલિસમદુઘાતમાં પહેલા સમયે ડ રચે છે. બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મથાન કરે છે, ચોથા સમયે લોકને પૂરે છે, પાંચમા સમયે આંતરાઓને સંહરે છે, છઠા સમયે મથાન સંહરે છે, સાતમા સમયે કપાટને સહરે છે, આઠમા સમયે દંડને પણ સંહરે છે.
પહેલા અને છેલ્લા સમયે ઔદારિક રીરી હોય છે. સાતમા-છટઠા અને બીજા સમયે ઔદારિક મિશ્ર શરીરી હોય છે ચેથા પાંચમા ત્રીજા સમયે કામણ શરીર યોગી હોય છે અને આ ત્રણ સમયમાં જીવ અણુહારી હોય છે.
કેવલિ સમુદ્રઘાતનું પ્રતિપાદન કરે છે. એમાં જ્યારે અંતમુહુર્ત આયુષ્ય બાકી રહે ત્યારે કેવલિ ભગવાન કેટલાક કર્મોને સરખા કરવા માટે સમુદ્રઘાત કરે છે, જેમને આયુષ્યકર્મ કરતાં વેદનીય વિગેરે કર્મો વધારે હોય છે. તેઓ આ સમુદ્રઘાત કરે છે. બીજાઓ આ સમુદ્દઘાત કરતાં નથી.
સમુદ્દઘાત કરતાં, પહેલા સમયે જાડાઈથી પોતાના શરીર પ્રમાણન અને ઉપર નીચે લોકાંત સુધીને આત્મપ્રદેશને દંડ આકારે ફેલાવીને દંડની રચના કરે છે. બીજા સમયે તે જ દંડને પૂર્વ–પશ્ચિમ અથવા ઉત્તર-દક્ષિણ પણ આત્મપ્રદેશને બે પડખામાં ફેલાવવા વડે લેકાંત સુધીનું લાંબુ કપાટ આકારના જેવું કપાટ કરે છે. ત્રીજા સમયે તે જ કપાટને ઉત્તર-દક્ષિણ અથવા પૂર્વ–પશ્ચિમ બે દિશામાં ફેલાવવા વડે મંથાન જેવા આકારનું મંથાનીકાંત સુધીનું લાંબુ રચે છે, એ પ્રમાણે લેકને ઘણે ભાગ પૂર્યો કહેવાય. પણ મંથાનના અતર પૂરેલા હોતા નથી. કેમકે જીવપ્રદેશ અનુશ્રેણીએ જતા હોય છે માટે ચોથા સમયે તે મંથાનના આંતરાઓ લેકના નિષ્કટ સાથે પૂરે છે અને સમરત લોકને આત્મપ્રદેશ વડે પૂરી દે છેતે પછી પાંચમા સમયે ઉલટા કમે