________________
૩૭૬
પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ ૧. વેદના સમુદ્દઘાત -અશાતા વેદનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ પીડારૂપ કારણવડે થયેલ જે સમુદઘાત તે વેદના સમુદ્રઘાત. એ અશાતા વેદનીયકર્મને આધારે થનારો છે. તે આ પ્રમાણે–વેદનાથી પીડાયેલો જીવ અનંતાનંત કમસ્કધયુક્ત પોતાના આત્મપ્રદેશને શરીરની બહાર ફેંકે છે એટલે કાઢે છે અને તે પ્રદેશો વડે મેટું, પેટ વિગેરેના પોલાણ ભાગને તથા કાન-ખભા વિગેરેના આંતરાઓ પૂરી લંબાઈ-પહેલાઈથી શરીર પ્રમાણુના ક્ષેત્રમાં વ્યાપીને, અંતમુહૂર્ત સુધી રહે. તે અંતર્મુહૂર્તમાં ઘણું વેદનીય કર્મોના પુદગલોને નાશ કરે છે. ત્યાર પછી સમુદ્રઘાતથી નિવૃત્ત થઈ ફરી પિતાના સ્વરૂપમાં આવે છે.
૨. કષાય સમુદઘાત :
#ધ વિગેરે કષાયના કારણથી થયેલ સમુદ્દઘાત, કષાયસ મુદ્દઘાત કહેવાય છે. તે કષાય નામનાં ચારિત્રમેહનીય કર્મના આધારે થાય છે. તે આ પ્રમાણે - તીવ્ર કવાયના ઉદયથી આકુલ થયેલો જીવ પિતાના આત્મપ્રદેશે બહાર ફેંકી એટલે કાઢી તે પ્રદેશ વડે મેઢ–પેટ વિગેરેનો પિલા-ખાલી ભાગને તથા કાન-ખભા વિગેરેનાં આંતરાઓને પૂરી લંબાઈ-પહેળાઈ વડે શરીર પ્રમાણ ક્ષેત્રમાં ફેલાઈને રહે છે. તેવા પ્રકારનો થયેલ આત્મા ઘણુ કષાયરૂપ કર્મ-પુદ્ગલેને ક્ષય કરે છે.
૩. મારણાંતિક સમુદ્દઘાત :
પ્રાણીઓને મરણ એજ અંત કરનાર હોવાથી મરણ અંત કહેવાય છે. તે મરણતમાં થયેલ જે ક્રિયા તે મારણાંતિક. મારણાંતિક એ જ સમુદ્દઘાત તે મારણતિક સમુદ્રઘાત તે અંતમુહૂર્ત બાકી રહેલ આયુષ્યકર્મના આધારે થાય છે તે આ પ્રમાણે
કેઈક છવ અંતમુહૂર્ત પોતાનું આયુષ્ય બાકી રહે ત્યારે પોતાના આત્મપ્રદેશને બહાર કાઢી તેના મોટું-પેટ વિગેરે ખાલી ભાગોને તથા કાન-ખભા વિગેરેના આતરાઓ પૂરી જાડાઈ-પહોળાઈ વડે પિતાના શરીર પ્રમાણ અને લંબાઈથી પોતાના શરીર ઉપરાંત જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગના અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત જન સુધી એક દિશાના ક્ષેત્રમાં ફેલાઈને રહે છે. આવા પ્રકારને આત્મા ઘણુ આયુષ્યકર્મના પુદગલોને નાશ કરે છે.
૪. વૈકિય સમુદ્દઘાત :
વૈક્રિય શરીરને પ્રારંભ કરતાં જે સમુદ્રઘાત થાય તે વૈક્રિય સમુદઘાત. તે વૈક્રિય શરીર નામકર્મના આધારે થાય છે તે આ પ્રમાણે, - વક્રિય લબ્ધિવાળો છવ ક્રિય શરીર કરતી વખતે પિતાના આત્મપ્રદેશને શરીરની બહાર કાઢી પહોળાઈ અને જાડાઈ વડે શરીર પ્રમાણુ અને લંબાઈથી સંખ્યાતા જન