________________
૩૬૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ ૭. અપ્રમત્તસયત ગુણસ્થાનક -
જે પ્રમત્ત નથી તે અપ્રમત્ત છે. એટલે નિદ્રા વિગેરે પ્રમાદેથી રહિત છે. અપ્રમત્તા એ જ સંયત. તે અપ્રમત્તસંયત ગુણસ્થાન, ૮. અપૂર્વકરણ ગુણસ્થાનકઃ
અપૂર્વ એટલે નવું, અદ્વિતીય, એના જેવું બીજું ન હોય તે. જેમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, સ્થિતિબંધ એ પાંચ કારણે એટલે પદાર્થોની રચના અપૂર્વ પ્રકારની થાય તે અપૂર્વકરણ. તે આ પ્રમાણે છે
૧. જ્ઞાનાવરણ વિગેરે કર્મોની મોટી સ્થિતિને અપવર્તન કરવડે ખાંડવી એટલે નાની કરવી તે સ્થિતિઘાત.
૨. રસને એટલે કર્મ પરમાણુમાં રહેલ ઘણી ચિકાશરૂપ રસને અપવર્તન કરવડે ખાંડ એટલે શેડે કરો તે રસઘાત.
આ બંને આગળના ગુણઠાણે અલ્પવિશુદ્ધિ હોવાથી અલ્પપ્રમાણમાં થતા હતા તે અહીં વિશુદ્ધિની અતિ અધિકતા હોવાથી મોટા પ્રમાણમાં આગળ ન કરી હોય-કર્યા હેય એવા રસઘાત-સ્થિતિઘાત કરે છે.
૩. ઉપરની સ્થિતિના દલિકને વિશુદ્ધિના કારણે અપર્વતના કરણવડે ઉતારી તે દલિકને અંતર્મુહૂર્ત સુધી ઉદયક્ષણથી ઉપર એકદમ જલદી ખપાવવા માટે દરેક ક્ષણે અસંખ્યાત ગુણવૃદ્ધિવડે જે રચવા તે ગુણશ્રેણી. . એની સ્થાપના૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ .
'૦
૦
આ ગુણશ્રેણી આગળના ગુણઠાણામાં અવિશુદ્ધત્તર હેવાથી કાળવડે માટી અને દલિકાની ૨ચના આશ્રયી નાની કારણ કે અપનાવડે થેડા જ દલિકેની અપવર્તના થઈ હોવાથી નાની શ્રેણીઓને રચી : હતી. અહીં આગળ તે જ વિશુદ્ધિ હેવાથી અપૂર્વશ્રેણીઓ રચે છે. જે કાળથી અલ્પકાળની અને દલિક રચના આશ્રયી ઘણી મોટી કારણ કે અપવર્તનાવડે ઘણું દલિયાઓનું અપવર્તન થયું હોવાથી મટી શ્રેણીઓ રચે. * ૪ બંધાતી શુભાશુભ પ્રવૃતિઓમાં નહીં બંધાતી શુભાશુભ પ્રકૃતિના દલિકોને દરેક ક્ષણેએ અસંખ્યગુણવૃદ્ધિવડે વિશુદ્ધિનાં કારણે લઈ જવી તે ગુણસંકમ. તે ગુણસંક્રમ પણ અહી અપૂર્વ કરે છે.