________________
૨૨૪ સૈદ ગુણંસ્થાનક
૩૬૧ તેના ઉદયથી જીવને અર્ધવિશુદ્ધ અરિહંત ભગવંતે કહેલ તત્ત્વ પર શ્રદ્ધા થાય છે. ત્યારે તેના વડે જીવને અંતમુહૂર્ત કાળ પ્રમાણ સમ્યમિથ્યાષ્ટિ ગુણસ્થાને સ્પર્શે છે. તે પછી જીવ અવશ્ય સમ્યક્ત્વને અથવા મિથ્યાત્વને પામે છે. ૪. અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક - | સર્વ સાવવગેથી અટકવું-વિરમવું તે વિરત. જે વિરતા નથી તે અવિરત અથવા વિરમણ. વિરત એટલે અટકેલ એટલે સાવદ્યોગનું પચ્ચખાણ. જે વિરત અટકેલ નથી તે અવિરત. અવિરત એ જ સમ્યગ્દષ્ટિ તે અવિરતસમ્યગ્દષ્ટિ. આને ભાવ એ છે કે, આગળ વર્ણવેલ જે ઓપશમિક સમ્યગ્દષ્ટિ શુદ્ધદશન મેહનીયjજના ઉદયવાળા ક્ષાપથમિક સમ્યગ્દષ્ટિ દર્શનસમકને ક્ષય કરનાર ક્ષાયિકસંખ્યત્વી અવિરતિના કારણથી મળનારા દુરન્ત નરક વિગેરે દુખ ફળરૂપ થતા કર્મબંધને જાણવા છતાં અને પરમમુનિ એવા જિનેશ્વરએ કહેલ સિદ્ધિરૂપ મહેલ પર ચડવા માટેની નિસરણી સમાન સાવદ્યાગની વિરતિ જાણવા છતાં પણ વિરતિને સ્વીકાર કરતાં નથી અને તેના પાલન માટે પ્રયત્ન કરતા નથી. કારણ કે અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય વિદનરૂપ બને છે. આ કષાય શેડા પણ પચ્ચકખાણને આવરે છે. તે અહીં અવિરતસમ્યગ્દષ્ટિ કહેવાય છે. ૫. દેશવિરતિ ગુણસ્થાનક - * * સર્વસાવદ્યાગનો પચ્ચખાણની અપેક્ષાએ એક દેશરૂપ વિરતિ. એક વ્રત વિષયક સ્થલ સાવધેગ વિગેરેથી લઈ સર્વ વ્રત વિષયક અનુમતિ સિવાય સાવદ્યોગની જે વિરતિ તે દેશવિરતિ. તે પ્રત્યાખ્યાનાવરણ કક્ષાનાં ઉદયથી સર્વસાવદ્યાગની વિરતિ એમને હેતી નથી. સર્વવિરતિરૂપ પચ્ચખાણને જે, આવરે ઢાંકે તે પ્રત્યાખ્યાનાવરણ કહેવાય છે. દેશવિરતિનું જે ગુણસ્થાન તે દેશવિરતિ ગુણસ્થાનક. ૬. પ્રમત્તસંવત ગુણસ્થાનક - - - - - -
જે સંયમ કરે તે સંયત એટલે સર્વ સાવવાથી જે સારી રીતે અટકે-વિરમે તે સંત. મેહનીય વિગેરે કર્મોના ઉદયના પ્રભાવથી અથવા સંજવલન કષાય, નિદ્રા વિગેરે કઈપણ પ્રમાદના વેગથી સંયમોમાં જે સદાય તે પ્રમત્ત. પ્રમત્ત એ જ સંયત તે પ્રમત્તસંવત. તેનું જે ગુણસ્થાન તે પ્રમતગુણસ્થાન. વિશુદ્ધિ-અવિશુદ્ધિની હાનિ–વૃદ્ધિવડે થયેલ સ્વરૂપભેદ છે. તે આ પ્રમાણે દેશવિરતિ ગુણઠાણની અપેક્ષાએ પ્રમત્ત ગુણઠાણાની વિશુદ્ધિની વૃદ્ધિ છે અને અશુદ્ધિની હાનિ છે. અપ્રમત્તસંયત, ગુણઠાણની અપેક્ષાએ એથી વિપરીત છે. એ પ્રમાણે બીજા પણ ગુણઠાણમાં આગળપાછળના ગુણઠાણાની અપેક્ષાએ વિશુદ્ધિ-અવિશુદ્ધિની હાનિ-વૃદ્ધિની ઘટના જાણી લેવી.