________________
૨૨૪ સૈદ ગુણસ્થાનક
૩૬૩ ૫. અશુદ્ધિપણાથી પહેલા જે કર્મોની સ્થિતિ માટી બાંધી હતી તે અહીં અપૂર્વ એટલે પત્યે પમના અસંખ્યભાગે હીન, હીનતર, હીનતમ સ્થિતિ વિશુદ્ધિના કારણે બાંધે છે.
આ અપૂર્વકરણ ક્ષેપક અને ઉપશામક એમ બે પ્રકારે છે. કર્મ ખપાવવાને તથા ઉપશમાવવાને યોગ્ય હોવાથી આ ગુણઠાણે જીવ ક્ષપક અને ઉપશમક એમ કહેવાય છે. જેમ રાજ્ય ગ્ય રાજકુમારને રાજા કહેવાય છે તેમ.
આ ગુણઠાણામાં કેઈપણુજરાપણ કર્મ સંપૂર્ણ ખપાવતું નથી કે ઉપશમાવત નથી. તેનું જે ગુણસ્થાન તે અપૂર્વકરણ ગુણસ્થાન. આ ગુણઠાણામાં ત્રણે કાળના જીવને આશ્રયી દરેક સમયે યત્તર અધિક વૃદ્ધિપૂર્વક અસંખ્યાત કાકાશ પ્રદેશ પ્રમાણુ અધ્યવસાય સ્થાનો હોય છે તે આ પ્રમાણે
જેઓ અંતમુહૂર્ત પ્રમાણુના આ ગુણસ્થાનકને પ્રથમ સમયે સ્વીકાર્યું હોય, સ્વીકારે છે અને સ્વીકારશે તે બધાની અપેક્ષાએ જઘન્યથી લઈ ઉત્કૃષ્ટ સુધી અસંખ્યાતા
કાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાન થાય છે. કારણ કે, કદાચ ક્યારેક કેઈકને પ્રથમ સમયે રહેલા એના પરસ્પર અધ્યવસાયસ્થાનમાં ભિન્નતા-જુદા-જુદાપણું થાય છે. તેમની–તેમની આ ભિન્નતા કેવળજ્ઞાનવડે જ જાણી શકાય છે.
ત્રણેકાળમાં રહેલાઓનું પ્રથમ સમયે આ ગુણઠાણને સ્વીકારનારાઓનું અનંતપણું હોવાથી પરસ્પર અધ્યવસાયસ્થાનોની ભિન્નતા હોવાથી અનંતા અધ્યવસાયસ્થાને પામે છે એમ ન કહેવું. કારણકે, પ્રાયઃ કરી ઘણું જ એક સરખા અધ્યવસાયસ્થાને રહેલા હોય છે. પછીના બીજ સમયે તેનાથી બીજા અધિકતર અધ્યવસાયસ્થાન પ્રાપ્ત થાય છે. ત્રીજા સમયે તેનાથી અધિકતર બીજા પ્રાપ્ત થાય છે. ચોથા સમયે બીજા તેનાથી અધિક્તર મળે છે. એમ છેલ્લા સમય સુધી અધ્યવસાયસ્થાન મળે છે. એની સ્થાપના કરતા વિષમ , ચોરસ આકારના ક્ષેત્રમાં થાય છે. તે સ્થાપના આ પ્રમાણે...૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦
૦ ૦ ૦ ૦ ૦ ૦ .
પ્રશ્ન – બીજા વિગેરે સમયમાં અધ્યવસાયસ્થાનની વૃદ્ધિમાં કયું કારણ છે ?
ઉત્તર :-સ્વભાવ વિશેષતા એ જ કારણ છે. આ ગુણઠાણને સ્વીકારનારે દરેક સમયે વિશુદ્ધિની અધિકતાને પામતે જ સ્વભાવથી જ ઘણા જુદા-જુદા પ્રકારના અધ્યવસાયસ્થાનમાં રહે છે. અહીં પહેલા સમયના જઘન્ય અધ્યવસાયસ્થાનથી પ્રથમ સમયનું ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાન અનંતગુણવિશુદ્ધ છે. તેનાથી બીજા સમયનું જઘન્ય અધ્યવસાય