________________
૩૫૦
પ્રિવચનસારોદ્ધાર ભાગ-૨ તિર્યંચગતિ ઔદયિકભાવ તિયચનિરૂપે છે. ક્ષાપશમિકભાવે ઈન્દ્રિય વિગેરે અને પરિણામિકભાવે જીવત્વ વિગેરે છે. એ પ્રમાણે મનુષ્ય તથા દેવગતિની વિચારણા કરવી. - આ જ ઔદયિક વિગેરે ત્રણની સાથે ક્ષાયિક ભેળવતા બનેલ સન્નિપાતિક ભાવના ચાર ભેદો થાય. આને ભાવ આ પ્રમાણે છે. આ જ ત્રણ ભાગમાં જ્યારે ક્ષાયિક ભાવ ઉમેરીએ ત્યારે ચતુઃસંગી ભાંગે થાય છે તે આ પ્રમાણે બેલ. ઔદયિક, ક્ષાયિક, ક્ષાપશમિક, પારિણામિક આ પણ ગતિભેદે ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે
ઔદયિકી, નરકગતિ, ક્ષાયિક સમકિત, ઈન્દ્રિય વિગેરે ક્ષાપશમિક અને જીવવા વિગેરે પરિણામિકભાવ એ પ્રમાણે તિર્યંચગતિ, મનુષ્યગતિ અને દેવગતિમાં પણ જાણવું.
ચતુઃસંગીમાં બીજી રીતે પણ ચાર ભાંગા થાય છે તે કહે છે. આગળ ઉમેરેલ ક્ષાયિકભાવ વગર અને પશમિકભાવ યુક્ત કરતા ઔદયિક વિગેરે વડે ચાર ભેદો થાય છે. આને ભાવ એ છે કે, જ્યારે ક્ષાયિકભાવની જગ્યાએ ઔપશમિકભાવ ઉમેરવામાં આવે ત્યારે પણ ચતુઃસંયેગી - ભાગો થાય છે. તે આ પ્રમાણે બેલાય છે. ઔદયિક ઔપશામક, ક્ષાપશમિક પરિણામિક. આ ભાગે પણ ગતિના ભેદાનુસારે આગળની જેમ ચાર પ્રકારે વિચાર પરંતુ અહીં સમ્યકત્વ ઔપશમિક જાણવું.
એક સંખ્યાવાળો સાન્નિપાતિક ભેદં ઉપશમશ્રેણીમાં સિદ્ધપણામાં અને કેવલિપણામાં હોય છે. તેમાં દયિક, પથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક અને પરિણામિક-એ પાંચ સંગીને એક ભાગ છે. તે ક્ષાયિક સમ્યગદષ્ટિ જ્યારે ઉપશમશ્રેણીને સ્વીકાર કરે,
ત્યારે તેને હોય છે. તે આ પ્રમાણે દયિકભાવે મનુષ્યપણું વિગેરે. પથમિકભાવે ચારિત્ર, ક્ષાયિકભાવે સમકિત, ક્ષાપશમિકભાવે ઈન્દ્રિય વિગેરે. પરિણામિકભાવે જીવત્વ વિગેરે.
સિદ્ધોમાં દ્વિસંગી એક સાન્નિપાતિક ભાગ છે, તે આ પ્રમાણે-ક્ષાયિક અને પારિણમિક, એમાં કેવળજ્ઞાન, સમ્યક્ત્વ વિગેરે ક્ષાયિકભાવે છે. છેવત્વ પારિણામિકભાવે છે.
કેવળીઓને ત્રિકસંગી એક સાન્નિપાતિભેદ છે. તે આ પ્રમાણે–ઔદયિક, ક્ષાયિક અને પારિણુમિક. મનુષ્યત્વ વિગેરે ઔદયિકભાવે છે. કેવળજ્ઞાન વિગેરે ક્ષાયિકભાવે છે. જીવત્વ, ભવ્ય વિગેરે પરિણામિકભાવે છે. આ પ્રમાણે ગતિ વિગેરેમાં છ સંગભાંગા વિચારતા અવિરુદ્ધ છે. પરસ્પર વિરોધ ન હોવાથી સંભવતા પંદર સાન્નિપાતિક ભેદો છ ભાવના ભાંગા થાય છે. વીસ અસંભવીત ભાંગાએ ફક્ત સંગોના ભાંગરૂપ જ માત્ર છે. પણ જેમાં ક્યારે પણ હેતા નથી. (૧૨લ્પ-૧૨૯૬) - હવે આ છ જ ભાંગા જે જેમાં સંભવે તે કહે છે.
दुगजोगो सिद्धाणं केवलि संसारियाण तियजोगो । चउजोगजुरं चउसुवि- गईसु मणुयाण पण जोगो ॥१२९७॥