________________
૨૧૭ બંધ, ઉદય, ઉદીરણા, સત્તાનું સ્વરૂપ
૩૩૭ તે સત્તારૂપે રહેલા કર્મ પુદગલોને જ પિતાની બંધાયેલ સ્થિતિ પ્રમાણે અપવર્તના વિગેરે કરણ વિશેષથી અથવા સ્વાભાવિકપણે ઉદય સમયને પામેલા કર્મોના ફળને ભોગવવા તે ઉદય કહેવાય. તે ઉદયના સ્થાનકે પણ આઠ, સાત અને ચાર એ ત્રણ પ્રકારે છે.
ઉદયાવલિકામાં બહાર રહેલા એટલે ઉદયઅવસ્થાને ન પામેલા સ્થિતિના દલિને કષાય સહિત અથવા કષાય વગર યુગ નામના વીર્ય વિશેષવડે ખેંચી–ખેંચી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવો તે ઉદીરણ. તે ઉદીરણાના સ્થાને એટલે પ્રકારે સાત, આઠ, છ, પાંચ અને બે-એમ પાંચ છે. આ પ્રમાણે બંધ વિગેરેની સ્થાન સંખ્યા છે. (૧૨૭૩) હવે આ બંધ વિગેરે સ્થાનનું સ્વરૂપ કહે છે. बंधेऽसत्तऽणाउग छविहममोहाउ इगविहं सायं । संतोदएसु अट्ठ उ सत्त अमोहा चउ अघाई ॥१२७७॥ अट्ठ उदीरइ सत्त उ अणाउ छविहमवेयणीआऊ । पण अवियण मोहाउग अकसाई नाम गोत्तदुगं ॥१२७८।।
બંધમાં આઠને બંધ, આયુષ્ય વગર સાતને બંધ, મેહ અને આયુ વગર છ ને બંધ, ફક્ત શાતારૂપ એક પ્રકારને બંધ છે.
સત્તામાં અને ઉદયમાં આઠ, મેહ વગર સાતને અને ચાર અઘાતી કમને હેય છે.
ઉદીરણમાં આઠ, આયુ વગર સાત, વેદનીય અને આયુ વગર છે, મેહ, વેદનીય, આયુ વગર પાંચ, અકષાયીને નામ અને ગોત્રકમની ઉદીરણું હોય છે.
આયુષ્યના બંધ વખતે જ્ઞાનાવરણ વિગેરે આઠ પ્રકૃતિ બંધમાં હોય છે. એ સિવાયના સમયે આયુષ્ય વગર સાત પ્રકૃતિને બંધ હોય છે. મેહનીય અને આયુષ્ય વગર છ પ્રકૃતિઓને બંધ છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, અંતરાય, નામ; શેત્રને બંધ અટક્યા પછી ફક્ત એક શાતા વેદનીય બાંધતા એક પ્રકારે બંધ થાય છે.
સત્તા તથા ઉદયમાં સર્વ પ્રકૃતિઓને સમુદાય હોય ત્યારે આઠ પ્રકૃતિની સત્તા તથા ઉદય હોય છે. મેહનીયની સત્તા તથા ઉદય નાશ-વિચ્છેદ થયે છતે સાતને ઉદયસત્તા રહે છે, જ્ઞાનાવરણદર્શનાવરણ, અંતરાયની ઉદયસત્તા વિચ્છેદ થયે છતે તે ચારને સત્તા-ઉદય રહે છે. આ સર્વ પ્રકૃતિ સમૂહમાં હોય ત્યારે આઠ પ્રકૃતિની ઉદીરણું રહે છે. આયુષ્યની ઉદીરણું વિચ્છેદ થયે છતે આયુ સિવાય સીતની ઉદીરણ. વેદનીય અને આયુકમની ઉદીરણ દૂર થયે છતે છ કર્મોની ઉદીરણા હેય છે.
૪૩