________________
૩૩૬
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ કહ્યું છે કે, તેમની જ કેટલાંક યશકીર્તિ બોલનારા હોય છે અને કેટલાંક અપયશકીર્તિ બેલનારા હોય છે. જે કારણથી સમવસરણના કિલ્લા, પ્રાકાર વિગેરેને ઈન્દ્રજાળપણું કહે છે.
ઉત્તર:- આ દોષ નથી. કારણ કે સદગુણી મધ્યસ્થ પુરુષોની-જીવોની અપેક્ષાએ એ જ યશકીર્તિ નામને ઉદય સ્વીકારાય છે. કહ્યું છે કે, “કેઈકને કઈ રીતે ધાતુઓ વિષમ થવાથી દૂધ પણ કડવું લાગે–થાય અને લીમડો મીઠો લાગે છતાં પણ તે પ્રમાણ રૂપ થતું નથી. દ્રવ્યગુણને વિપરીત બેલવા વડે તેની જ અપ્રમાણુતા સિદ્ધ થાય છે. તેથી સદ્દગુણ વિષયક યશકીર્તિનામકર્મ જાણવું.”
અપયશ - જે કર્મના ઉદયથી યશકીર્તિ નામથી વિપરીત અપયશકીર્તિનામ જેના પ્રભાવથી મધ્યસ્થ લેકમાં અપ્રશંસનીય થાય છે. છે. નિર્માણ:- જે કર્મના ઉદયથી જેના શરીરમાં પોતપોતાની જાતિ અનુસાર અંગે પાંગને એના નિયત સ્થળે ગોઠવણ થાય તે નિર્માણનામકર્મ. આ કર્મ સુથારના જેવું હોય છે. જે આ કર્મને અભાવ હોય તે એના નેકર જેવા અંગે પાંગ નામકર્મ વડે બનાવાયેલા માથું, પેટ વિગેરે અવયના સ્થાન નિયમનને અભાવ થશે.
તીર્થંકર -જે કર્મને ઉદયથી આઠ મહાપ્રાતિહાર્ય વિગેરે ચેત્રીશ અતિશયે. પ્રગટ થાય છે તે તીર્થકર નામકર્મ. (૧૨૭ર-૧૨૭૩–૧૨૭૪-૧૨૭૫),
૨૧૭. બંધ, ઉદય, ઉદીરણ, સત્તાનું સ્વરૂપ सत्तदुछेगबंधा संतुदया अट्ट सत्त चत्तारि । सत्तट्टछपंचदुगं उदीरणाठाणसंखेयं ॥१२७६।।
સાત, આઠ, છ, એક પ્રકૃતિનું બંધસ્થાનક આઠ, સાત, ચાર પ્રકૃતિનું ઉદય અને સત્તા સ્થાનક સાત, આઠ, છ, પાંચ અને બે પ્રકૃતિનું ઉદીરણું સ્થાનક છે. આ સંખ્યા સ્થાન છે.
મિથ્યાત્વ વિગેરે બંધના કારણેવડે અંજનચૂર્ણ–મેશવડે ભરેલ પેટીની જેમ હંમેશા મુદ્દગલવડે ભરેલ લેકમાં કમયેગ્ય જે વગણના પુગે વડે આત્માને હંમેશા લોખંડ અને અગ્નિની જેમ એકબીજામાં મળી જઈ એકરૂપ થવા સ્વરૂપ જે સંબંધ તે બંધ કહેવાય છે. તેના ચાર સ્થાન-પ્રકાર છે. તે આ પ્રમાણે સાત, આઠ, છ અને એક
તે બંધાયેલા કર્મ પુદ્ગલે, બંધન અને સંક્રમણવડે પોતાના સ્વરૂપે પ્રાપ્ત થયેલા કર્મો નિર્જરા સંક્રમણ સ્વરૂપ નાશ પામવા છતાં પણ જે વિદ્યમાનરૂપે રહ્યા હોય તે સત્તા કહેવાય. તે સત્તાના સ્થાનકે એટલે પ્રકારે આઠ, સાત અને ચાર એમ ત્રણ છે.