________________
૧૧૬. આઠ કર્મ
૩૩૫ અસ્થિર:- જે કર્મના ઉદયથી જીમ વિગેરે શરીરના અવયવ અસ્થિર હોય તે અસ્થિરનામકર્મ છે.
શુભ :- જે કર્મના ઉદયથી નાભિની ઉપરના માથે વિગેરે અવયવો શુભ હોય તે શુભનામ. માથા વિગેરેનું શુભત્વ તેનાવડે બીજાને અડતા-સ્પર્શ કરતા તે રાજી થાય છે. આથી તેનું શુભત્વ છે.
અશુભ – જે કર્મના ઉદયથી નાભિની નીચેના પગ વિગેરે અવયવો અશુભ હોય છે તે અશુભનામ. તે પગ વિગેરે દ્વારા અડવાથી બીજી વ્યક્તિને ગુસ્સો આવે છે તે તેનું અશુભત્વ છે.
સ્ત્રીના પગને સ્પર્શ થવાથી કેટલાકને સંતોષ થાય છે. તેથી વ્યભિચારોષ થાય-લાગે છે. દોષ નથી લાગતા કારણ કે તે રાજીપાનું કારણ મહનીયકર્મ–મેહ છે. અહીં વાસ્તવિકતાને વિચાર કરવાનું હોય છે આથી દેષ નથી.
સુભગ :- જે કર્મના ઉદયથી ઉપકાર ન કર્યો હોવા છતાં બધાના મનને આનંદકારી થાય તે સુભગનામકર્મ.
દુર્ભાગ:-જે કર્મના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ લોકોના હૈષનું કારણ બને તે દુર્ભગનામકર્મ.. સુસ્વર :- જે કર્મના ઉzયથી મીડા, ગંભીર, ઉદાર અવાજવાળે થાય તે સુસ્વરનામ
દુસ્વર :- જે કર્મના ઉદયથી જીવ ગધેડા જેવા ભેદાયેલ, ગરીબ, હીન અવાજવાળે થાય તે દુશ્વરનામકર્મ.
આદેય – જે કર્મના ઉદયથી જે કંઈ બોલે તે બધુંયે બધાને ગ્રહણ કરવાલાયક થાય, તે આદેયનામ.
અનાદે - જેના ઉદયથી તે યુક્તિયુક્ત કહેવા છતાં પણ તે વચન ત્યાય થાય તે અનાદેયનામકર્મ,
યશ - તપ, શૌર્ય, ત્યાગ વિગેરે વડે પ્રાપ્ત કરેલ યશવડે જે કીર્તન એટલે બલવા વડે જે પ્રશંસા કરવી તે યશકીર્તિ. અથવા સામાન્યથી જે પ્રસિદ્ધિ તે યશ અને ગુણને ગાવારૂપ જે પ્રશંસા તે કીર્તિ. અથવા બધી દિશામાં ફેલાનારી, પરાક્રમવડે પ્રાપ્ત થયેલ અને બધા લકેવડે ગુણે ગવાય તે યશ. દાન-પુણ્યવડે કરાયેલ એક દિશામાં ફેલાનારી કીર્તિ કહેવાય છે. તે યશ અને કીર્તિ જે કર્મના ઉદયથી જીવને થાય તે યશકીર્તિનામ.
પ્રશ્ન - યશકીર્તિ નામકર્મના ઉદયના કારણે યશકીર્તિ શી રીતે હોઈ શકે? કારણ કે ક્યારેક તે કર્મને ઉદય હોવા છતાં કેટલાંકને તે યશકીર્તિનો અભાવ હોય છે.