________________
૩૩૪
-
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ સરસ પરસ્પર અલગ છે. કારણ એકબીજાની સાથે એકબીજામાં મળી ગયેલ દેખાતા નથી. આથી જ સકલનું ગ્રહણ સ્પષ્ટ જ છે. જેનાવડે એકબીજામાં મળી જવા રૂપ એકીભાવ જણાતું નથી. એ પ્રમાણે ઝાડેમાં પણ મૂળિયા વિગેરેમાં અસંખ્યાતા છે પણ દરેક પરસ્પર એકબીજાથી ભિન્ન-ભિન્ન શરીરવાળા છે. જેમ તે સરસવો ચીકણુ દ્રવ્યના સંગના કારણે એકબીજા સાથે મિશ્રિત થાય છે. તેમ પ્રત્યેક શરીરવાળાએ પણ તેવા પ્રકારના પ્રત્યેકનામકર્મના પુદ્ગલેના ઉદયથી પરસ્પર ભેગા થયેલ હોય છે. - સાધારણ –જે કર્મના ઉદયથી અનંતા જીવોનું એક શરીર હોય, તે સાધારણનામકર્મ.
પ્રશ્ન – અનંતાનું એક શરીર શી રીતે હેઈ શકે? કારણ કે જે જીવ પહેલો ઉત્પત્તિની જગ્યાએ આવ્યું હોય તે જીવે તે શરીર બનાવ્યું હોય અને આસપાસ ફેલાવાવડે તેને સંપૂર્ણ પોતે કબજે કરી લીધું હોય છે તે પછી તે જગ્યામાં શરીરમાં બીજા જીવને શી રીતે જગ્યા મળે? દેવદત્તના શરીરમાં દેવદત્ત આસપાસ ફેલાવાવડે કબજે કરેલ શરીરમાં બીજાની ઉત્પત્તિ હેતી નથી. તેમ સંપૂર્ણ શરીર સાથે ફેલાવાવડે કબજે કરાયેલ શરીરમાં બીજા જીવોની ઉત્પત્તિ દેખાતી નથી. જે જગ્યા હોય તે પણ જેનાવડે તે શરીર બનાવાયું હોય અને આસપાસ આત્મપ્રદેશ ફેલાવાવડે કબજે કરેલ શરીરમાં તે જ ત્યાં મુખ્ય હેય છે. અને તેની જ પર્યાપ્ત-અપર્યાપ્ત વ્યવસ્થા હોય છે તથા શ્વાસોશ્વાસ વિગેરે ગ્ય પુદ્ગલે લેવા. મૂકવા વિગેરે તેને જ થાય છે બીજાને નહીં.
ઉત્તર આ તમારી વાત બરાબર નથી. કારણ કે સમ્યગ્ર જિનવચનની જાણકારીને અભાવ છે. તે અનંતા પણ તેવા પ્રકારના કર્મોદયના કારણે સાથે જ ઉત્પન્ન થવાની જગ્યાએ આવે છે. સાથે જ તે શરીરમાં આશ્રય કરે છે અને પર્યાપ્તિઓ બનાવવાનો આરંભ કરે છે અને સાથે જ પર્યાપ્ત થાય છે અને સાથે જ એકી સમયે શ્વાસે શ્વાસ
ગ્ય પુદગલોને ગ્રહણ કરે છે. જે એકજણ જે પુદ્ગલનો ઉપયોગ કરે છે તે બીજા અનંતાઓને પણ સાધારણરૂપે ઉપયોગમાં હોય છે. જે અનંતાજી વાપરે છે તે જ એક વિવક્ષિત જીવ વાપરે છે. તેથી ક્યારે પણ અનુપપત્તિ અભાવ હેતી નથી. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે, “સાથે જ ઉત્પન્ન થયેલા તેઓની સાથે શરીરની ઉત્પત્તિ રચના છે સાથે જ શ્વાસોશ્વાસ લે છે અને સાથે શ્વાસોશ્વાસ મૂકે છે. જે એક જીવનું ગ્રહણ છે, તે જ ઘણું જેનું સાધારણપણે ગ્રહણ હોય છે. જે ઘણા જીવોનું ગ્રહણ છે તે પણ સામાન્ય સથી એકનું હોય છે. બધાને સાધારણ હોય, સાધારણ શ્વાચ્છવાસ ગ્રહણ એ જ સાધારણ જીવાનું સાધારણ લક્ષણ હોય છે. (૧-૨-૩) " સ્થિર - જે કર્મના ઉદયથી શરીરના અવયવો જેવાં કે માથું, હાડકાં, દાંત સ્થિર હોય તે સ્થિરનામ છે.