________________
,૩૩૩
૨૧૬. આઠ કર્મ
પર્યાપ્ત - જે કર્મના ઉદયથી જીવ પોતાને ગ્ય પર્યાપ્તિ પૂરી બનાવવા-કરવા સમર્થ થાય તે પર્યાતનામકર્મ.
અ પર્યાપ્ત - જે કર્મના ઉદયથી પિતાને ગ્ય પર્યાપ્તિ પૂરી કરવા જીવ સમર્થ ન થાય, તે અપર્યાપ્તનામકર્મ, પર્યાતિનું સ્વરૂપ આગળ ૨૨૨માં દ્વારમાં વિશેષપણે કહેશે.
પ્રત્યેક – જે કર્મના ઉદયથી દરેક જીવને અલગ-અલગ શરીર મળે થાય તે પ્રત્યેકનામકર્મ. તેનો ઉદય પ્રત્યેક શરીરવાળા ને હોય છે. પ્રત્યેક શરીરવાળા છ નારક, દેવ, મનુષ્ય, વિકલૈંદ્રિય, પૃથ્વી વિગેરે તથા કપિત્થ એટલે કેળા વિગેરેના ઝાડે પ્રત્યેક શરીરવાળા છે.
પ્રશ્ન:- કેળા વિગેરેના ઝાડને પ્રત્યેક નામનો ઉદય તે માની શકાય છે તેમના દરેક જીવે જીવે અલગ અલગ શરીર હોય. પરંતુ કેળા, પીપળો, પીલુ, શેલ વિગેરે ઝાડે, મૂળ, થડ, છાલ, ડાળ વિગેરેના દરેકના અસંખ્યાત જીવો કહ્યા છે. કેમકે પ્રજ્ઞાપના સૂત્રમાં એક ઠળિયાવાળા બહુબીજવાળા વૃક્ષોની પ્રરૂપણ વખતે કહ્યું છે કે –
एएसि मूला असंखेज्ज जीविया कंदावि खंधावि । तया वि सालावि पवालावि पत्ता पत्तेय जीविया ।
(પદ ૧-સૂ. ૪૦) ઝાડો મૂળ વિગેરેથી લઈ ફળ સુધીના બધાયે દેવદત્તના શરીરની જેમ એક શરીરાકારવાળા હોય છે. જેમ દેવદત્તનું શરીર અખંડિત એક સ્વરૂપે હોય છે. તેમ મૂળ વિગેરે પણ હોય છે. માટે એક શરીરરૂપ કેળા વિગેરે અસંખ્યાત જીવવાળા હોવાથી પ્રત્યેક શરીરી કેમ હોઈ શકે?
ઉત્તર – કેળા વિગેરેના ઝાડે પ્રત્યેક શરીરવાળા જ છે. કારણ કે તેમના મૂળ વિગેરેમાં અસંખ્યાત ના અલગ-અલગ શરીર હોય છે. ફક્ત ચીકણું પદાર્થમાં મિશ્રિત કરેલ ચટાડેલ સરસવની વાટની જેમ અતિ રાગ-દ્વેષથી ભારે થયેલા તેવા પ્રકારના પ્રત્યેક નામકર્મના પુદ્દગલેના ઉદયથી તે જ પરસ્પર મિશ્રિત શરીરવાળા થાય છે. પ્રજ્ઞાપના સૂત્રમાં જ કહ્યું છે કે,
जह सगल सरिसवालं (न) सिलेस मिस्साण वट्टिया वट्टी पत्तेय सरीराणं तह होंति સર સંઘાયા ૨ -
जह वा तिल पप्पडिया बहुऐहिं तिलेहिं भीसिया संती । पत्तेय सरीराणं तह होंति सरी२ संघाया । २
જેમ બધા સરસોનો ચીકણા દ્રવ્ય વડે મિશ્રિત કરેલ વર્તિ એટલે વાટ બને છે. જેમ ઘણા તલ વડે મિશ્રિત થયેલ તલપાપડી બને છે. તેમ પ્રત્યેક શરીરવાળા જીના શરીરનો સમૂહ જાણ. એની વિચારણા આ પ્રમાણે છે. જેમ સરસવની વાટમાં બધા