________________
૩૩૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ વિપાક એટલે ભગવટે સૂર્યમંડલ વિગેરેમાં રહેલ પૃથ્વીકાય જીવમાં જ હોય છે. પરંતુ
અગ્નિમાં નહીં કારણ પ્રવચન એટલે સિદ્ધાંતમાં નિષેધ કર્યો છે. અગ્નિમાં ઉષ્ણુતા છે તે ઉનામકર્મના ઉદયથી છે અને પ્રકાશકપણું ઉત્કટકેટીના લાલરંગ-રક્તવર્ણ નામકર્મના ઉદયથી છે.
ઉદ્યોત – જે કર્મના ઉદયથી જીવના શરીરે સ્વાભાવિકપણે અનુણ હોય અને અનુણ પ્રકાશરૂપ તેજ ફેલાવે છે, તે ઉદ્યોતનામકર્મ. જેમકે સાધુ, દેવ વિગેરેના ઉત્તરવૈકિય શરીર, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, વિમાન, રત્ન, ઔષધિ વિગેરે.
વિહાયસ એટલે આકાશ. આકાશ વડે એટલે આકાશમાં જે ગતિ એટલે પ્રવૃત્તિ તે વિહાગતિ.
પ્રશ્ન :- આકાશ સર્વ વ્યાપી છે. એટલે એના સિવાય બીજે ક્યાંયે ગતિ હતી, નથી તે પછી વિહાયસ વિશેષણની શી જરૂર? કારણ કે વ્યવછેદ કરવા યોગ્ય બીજે પદાર્થ નથી.
ઉત્તર:- સાચી વાત છે. પરંતુ જે ફક્ત ગતિ એમ કહીએ તે નામકર્મની પહેલી પ્રકૃતિ પણ ગતિ છે. તેથી પુનરુક્તતાની શંકા થાય છે. આથી તેના નિવારણ માટે વિહાયસ વિશેષણ લીધું છે. વિહાગતિ નારક વિગેરે પર્યાય પરિણતિરૂપ નથી. વિહાગતિ પ્રશસ્ત એટલે સારી ચાલ અને અપ્રશસ્ત એટલે ખરાબ ચાલ એમ બે પ્રકારે છે. હંસ, હાથી, બળદ વિગેરેની પ્રશસ્ત અને ગધેડે, ઊંટ, પાડા વિગેરેની અપ્રશસ્તગતિ છે.
ત્રસ – જે ત્રાસ પામે તે ત્રસ. ગરમી વિગેરેથી તપેલા જીવો અમુક સ્થાનથી ઉદ્વેગ પામી છાયા વિગેરેના સેવન માટે બીજી જગ્યાએ જવાની ઈચ્છા કરે તે ત્રસ જીવે બેઈન્દ્રિય વિગેરે જાણવા. તે ત્રસપર્યાય ભેગવવામાં કારણરૂપ જે કર્મ તે ત્રસનામકર્મ.
સ્થાવર – જે ઉભા રહેવાના યાને સ્થિર રહેવાના સ્વભાવવાળા તે સ્થાવર. ગરમી વિગેરેથી તપ્યા હોવા છતાં પણ તે સ્થાન છેડી ન શકે તે છોડવા અસમર્થ હોય, તે સ્થાવર, જે પૃથ્વીકાય વિગેરે એકેન્દ્રિયરૂપે છે. તેના પર્યાયને ભેગવવામાં કારણરૂપ જે કર્મ તે પણ સ્થાવરનામ. તેજસ્કાય અને વાયુકાયને સ્થાવર નામકર્મને ઉદય હોવા છતાં ચાલવું સ્વાભાવિક છે. પણ ગરમી વિગેરે તાપથી પીડાયેલા બેઈન્દ્રિય વિગેરેની જેમ વિશિષ્ટ ગતિ નથી.
બાદર – જે કર્મના ઉદયથી જ બાદર થાય, તે બાદરનામ. અહી બાદરપણું પરિણામ વિશેષરૂપ છે. જે કારણથી પૃથ્વીકાય વિગેરેનું એકેક જીવનું શરીર આંખથી ન દેખાતું હોવા છતાં પણ ઘણે શરીરસમૂહ ભેગો થવાથી આંખ વડે જોઈ શકાય છે.
સૂક્ષ્મ – બાદરથી વિપરીત પણે સૂકમનામકર્મ. જેના ઉદયથી ઘણાયે જીના શરીરે ભેગા થવા છતાં આંખે જોઈ શકાતા નથી.