________________
૩૩૮
, પ્રવચનસારૈદ્ધાર, ભાગ-૨
' હવે આ બંધ વિગેરેને સ્થાને શિષ્યને વિસ્તૃત જ્ઞાન થાય માટે ગુણસ્થાનકની વિચારણાપૂર્વક કહે છે. - મિથ્યાષ્ટિથી લઈ મિશ્ર વગર અપ્રમત્ત સુધીના છ ગુણઠાણે આઠ અથવા સાત ક બંધાય છે. આયુ ક્યારેક બંધાય છે માટે આયુષ્ય બંધાય ત્યારે આઠ અને તે સિવાયના કાળે આયુષ્યનો બંધ ન હોવાથી સાત કર્મ બંધાય છે. - મિશ્ર, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદ૨ ગુણઠાણે આયુષ્યના બંધને અભાવ હોવાથી સાત જ પ્રકૃતિઓ બંધાય છે, તેમાં મિશ્ર તથાસ્વાભાવે આયુ નથી બંધાતું અને અપૂર્વકરણ અને અનિવૃત્તિબાદરે અતિવિશુદ્ધિ હોવાથી બંધાતું નથી કારણ કે આયુષ્યને બંધ ઘેલના પરિણામે થાય છે.
સૂમસં૫રાય ગુણઠાણે મેહનીય અને આયુષ્ય વગર છ પ્રકૃતિઓ બંધાય છે, મેહનીયને બંધ બાદરકષાયને ઉદય હોય તે થાય છે અને તે દસમે ગુણઠાણે નથી અને આયુષ્યને બંધ અતિવિશુદ્ધિ હેવાથી થતું નથી. ઉપશાંત મેહ, ક્ષીણમેહ, સગીકેવલીગુણઠાણે એક શાતા વેદનીયને બંધ હોય છે, બીજા કર્મોને બંધ હેતે નથી કારણ કે તે કર્મોને બંધ હેતુઓને અભાવ હોય છે. અાગી કેવલીઓને તે ગરૂપ બંધ હેતુને અભાવ છે માટે અબંધાવ હોય છે.
મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી લઈ સૂમસં૫રાયગુણસ્થાનક સુધી આઠે કમ પ્રકૃતિએ ઉદય અને સત્તામાં હોય છે, કારણકે બધેય મોહનીય ઉદય અને સત્તા હોય છે, ઉપશાંતમૂહગુણઠાણે સાત પ્રકૃતિએ ઉદયમાં હોય છે. કારણકે મેહનીયકર્મ ઉપશાંત થવાથી ઉદય હેતું નથી, પણ સત્તામાં આઠ પ્રકૃતિ હોય છે કેમ કે મેહનીય-કર્મ વિદ્યમાન છે. ક્ષીણમેહ ગુણઠાણે સત્તા અને ઉદયમાં સાત પ્રકૃતિઓ છે, કારણકે ઉદય અને સત્તામાંથી મોહનીય કર્મને ક્ષય થયે હોવાથી તેને અભાવ છે. સગી અયોગી કેવલીને ચાર અઘાતી કર્મો ઉદય અને સત્તામાં હોય છે. બીજા કર્મો ક્ષય થયા હોવાથી લેતા નથી.
મિથ્યાષ્ટિગુણસ્થાનથી લઈ પ્રમસંયતગુણઠાણ સુધી જીવ નિરંતર આઠે કર્મોને ઉદીરક હોય છે, જ્યારે અનુભવાતા આયુષ્યની છેલ્લી આવલિકા બાકી રહે, ત્યારે આયુષ્યકર્મ છેલ્લી આવલિકામાં પ્રવેશેલ હોવાથી ઉદીરણાને વિચ્છેદ–અભાવ થાય છે. આથી છવ, સાત પ્રકૃતિને ઉદીરક થાય છે. મિશ્રગુણઠાણે રહેલાને તે હંમેશા આઠ પ્રકૃતિની જ ઉદીરણ હોય છે. કારણકે મિશ્રગુણઠાણે આયુષ્યકર્મની અંતિમ આવલિકાનું બાકી રહેવાપણું–શેષત્વપણું નથી કારણકે અંતર્મુહૂર્ત આયુષ્ય બાકી રહ્યું છત જીવ મિશ્ર ગુણઠાણુથી પડી સમ્યકત્વ કે મિથ્યાત્વ ગુણઠાણે જતો રહે છે.
અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર ગુણઠાણે વેદનીય અને આયુષ્યકર્મ છોડી સિવાય બાકીના છ કર્મોની ઉદીરણા હેય છે. કારણકે અતિ વિશુદ્ધિ હેવાથી વેદનીય