________________
૩૨૬
પ્રવચન સારોદ્ધારભાગ-૨
- જુગુપ્સા:- જે કર્મના ઉદયથી વિણ વિગેરે બિભત્સ ખરાબ પદાર્થો પર દુર્ગછા-અણગમો થાય તે જુગુપ્સાહનીય. - મિથ્યાત્વ - જે કર્મના ઉદયથી જિનેશ્વરએ કહેલા તત્ત્વ ઉપર અશ્રદ્ધા થવી અથવા વિપરીત શ્રદ્ધા થવી તે મિથ્યાત્વ.
મિશ્રઃ જે કર્મના ઉદયથી જિનપ્રણીત તત્ત્વની શ્રદ્ધા પણ કરે નહિ અને નિંદે પણ નહિ તે મિશ્ર એટલે સમ્યગમિથ્યાત્વમોહનીય.
સમ્યકત્વ – જે કર્મના ઉદયથી જિનપ્રણીત તત્ત્વની સમ્યફ શ્રદ્ધા કરે તે સમ્યક્ત્વમેહનીય.
આયુષ્ય - નારક થઈને જે આયુષ્ય ભોગવે તે નરકાયુષ્ય કહેવાય. તિચ થઈને જે આયુષ્ય ભોગવે તે તિર્યંચાયુ કહેવાય. મનુષ્ય થઈને જે આયુષ્ય ભગવે તે મનુષ્પાયુ કહેવાય. દેવ થઈને જે આયુષ્ય ભગવે તે દેવાયુ કહેવાય.
ઉચ્ચગોત્ર – જે કર્મના ઉદયથી ઉત્તમ-જાતિ, કુલ, તપ, રૂપ, ઐશ્વર્ય, સત્કાર, અભ્યસ્થાન, આસન આપવું, હાથ જોડવા વિગેરે સન્માન મળે તે ઉચ્ચગેત્ર.
નિચગેત્ર – જે કર્મના ઉદયથી જીવ જ્ઞાન વિગેરે ગુણવાળો હોવા છતાં નિંદા પામે અને હીન જાતિમાં ઉત્પન્ન થાય, તે નીચગોત્ર.
અંતરાય - અંતરાયના ભેદો તે ગ્રંથકારે સ્વયં એના નામે જણાવતી વખતે જ જણાવી દીધેલ છે.
નામકમ :
ગતિ - તેવા પ્રકારના કર્મોની સહાયથી જીવ જ્યાં જાય અથવા જે પ્રાપ્ત કરે તે ગતિ. જે ગતિ નારકપણું વિગેરેના પર્યાયની પરિણતિરૂપ છે. તે ગતિ પર્યાયનો વિપાક જે કર્મ પ્રકૃતિ વડે ભેગવાય, તે પણ ઉપચારથી ગતિ કહેવાય. તે જ ગતિ નામકર્મ એ પ્રમાણે બીજી પ્રકૃતિઓમાં પણ જાણવું તેથી નરક વિષયક જે ગતિનામ તે નરગતિ નામકર્મ, નારક શબ્દથી ઓળખાતા પર્યાયના કારણરૂપ જે કર્મ તે નરકગતિ નામ એ એનો ભાવ છે. એ પ્રમાણે તિર્યંચ, મનુષ્ય, દેવગતિ નામ પણ જાણવું.
જાતિ - એકેન્દ્રિય વિગેરે નામકર્મ પણ એકેન્દ્રિયપણાના પરિણામના કારણરૂપ હોવાથી એકેન્દ્રિય વિગેરેના વ્યવહારરૂપે જે સામાન્યપણું છે, તે જાતિ. આને ભાવાર્થ આ પ્રમાણે છે: દ્રવ્ય ઈન્દ્રિય અંગોપાંગ નામકર્મ તથા ઈન્દ્રિય પર્યાપ્તિ નામકર્મના કારણે થાય છે અને ભાવઈન્દ્રિય-સ્પર્શન વિગેરે ઇન્દ્રિયાવરણ ક્ષપશમના બળથી થાય છે. કહ્યું છે કે “ક્ષારોપશમવાનીન્દ્રિશાળિ” જે એકેન્દ્રિય વિગેરે જાતિના વ્યવહારના કારણરૂપે તેવા પ્રકારની સમાન પરિણતિના ભાવના કારણરૂપ જે સામાન્ય છે તે સામાન્ય બીજ કર્મ વડે ન સાધી શકાય એવા જાતિનામકર્મના કારણથી છે. કહ્યું છે