________________
૨૧૬. આઠ કર્મ
૩૨૫ ઉદયવાળા બીજા કષાનું અનંત ભવભ્રમણપણું નથી કારણ કે તે કષાયોના ઉદયમાં અવશય મિથ્યાત્વનો ઉદય હેતું નથી.
અ પ્રત્યાખ્યાનાવરણ - નશા અલ્પ અર્થમાં હોવાથી અલ્પપચ્ચક્ખાણ તે અપ્રત્યાખ્યાન એટલે દેશવિરતિરૂપ પચ્ચકખાણને આવરણ કરે તે અપ્રત્યાખ્યાનાવરણ.
પ્રત્યાખ્યાનાવરણું – પ્રત્યાખ્યાન એટલે સર્વ વિરતિરૂપ પચ્ચખાણને આવનાર તે પ્રત્યાખ્યાનાવરણ.
સંજવલન – પરિષહ ઉપસર્ગ આવી ચડે ત્યારે ચારિત્રવંતને પણ કંઈક બાળજલાવે તે સંજવલન.
નોકષાય – ને શબ્દ સાહચર્યના અર્થમાં છે, તેથી કષાયેની સાથે રહેનારા તે સહચારી કહેવાય. એવા જે હય, તે નેકષાય કહેવાય અને તે આગળના બાર કષાના સહચારી છે. કારણ કે બાર કષાયોનો ક્ષય થયા પછી નેકષાયે હેવાને સંભવ નથી. તે કષાયને ક્ષય કર્યા પછી તરત જ ક્ષ પક કષાયને ક્ષય કરવા તૈયાર થાય છે અથવા આ નેકષાયોને ઉદય થયે છતે અવશ્ય કષાયોને ઉદિપાવે છે એટલે ઉદય થાય છે. માટે એ કષાયના સહચારી કહેવાય. આ નેકષાય નવ છે.
સ્ત્રીવેદ :- જે કર્મના ઉદયથી સ્ત્રીને પુરુષની ઈછા ઉત્પન્ન થાય તે સ્ત્રીવેદ. જેમ પિત્તને ઉદય થવાથી મીઠા દ્રવ્ય ખાવાની ઈચ્છા થાય તેમ. આ આવેટ બકરીની લીડીના અગ્નિ જેવો છે.
પુરુષદ - જેના ઉદયથી પુરુષને સ્ત્રીની ઈચ્છા થાય, તે પુરુષવેદ. જેમ કફપ્રકોપને ઉદય હેય તેને ખાટી ચીજ ખાવાની ઈચ્છા થાય તેમ. આ વેદ ઘાસના અગ્નિ જેવો છે.
નપુંસકવેદ – જેના ઉદયથી નપુંસકને, સ્ત્રી-પુરુષ બંનેની ઈચ્છા થાય તે નપુંસકવેદ. જેમ પિત્ત-કફ બંનેને ઉદય એક સાથે હોય, ત્યારે કાંજી (મજિજકા)ને વાપરવાની ઈચ્છા થાય તેમ. આ નપુંસકવેદ નગરની આગ જેવો છે.
હાસ્ય – જે કર્મના ઉદયે સકારણ કે નિષ્કારણ હસવું આવે તે હાસ્યમેહનીય.
રતિ - જે કર્મના ઉદયથી બાહ્ય કે આંતરિક પદાર્થ પર જે પ્રીતિ ઉત્પન્ન થાય, તે રતિનેહનીય.
અરતિ :- જે કર્મના ઉદયથી આ જ ચીજો પર જે અપ્રીતિ ઉત્પન્ન થાય તે અરતિમોહનીય.
ભય - જે કર્મના ઉદયથી સકારણ કે નિષ્કારણ અથવા તેવા પ્રકારના પિતાના સંકલ્પથી જીવ બીએ-ડરે તે ભયમહનીય.
શેક –જેના ઉદયથી પ્રિય-વિયેગ વગેરે પ્રસંગે પિતાની છાતી ફૂટવી, આકંદ કરવું, પીડિત થવું, જમીન પર આળોટવું, લાંબા-લાંબા શ્વાસ લેવા તે શેકમેહનીય.