________________
૩૨૪
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨
થીણુદ્ધિ - ત્યાંના એટલે ઘણી એકઠી–ભેગી થયેલી ગૃદ્ધિ એટલે આકાંક્ષા-ઈચ્છા (વાસના) તે સ્થાનગૃદ્ધિ. જાગૃત અવસ્થામાં વિચારેલ કાર્યને કરવારૂપ ક્રિયા જે ઊંઘમાં થાય, તે ત્યાનગુદ્ધિ. જાગૃત અવસ્થામાં વિચારેલ કાર્ય ઊંઘમાં જ ઉઠીને કરે. અથવા
ત્યાન એટલે એકઠી થયેલ. ગુદ્ધિ એટલે આત્મશક્તિ, જે ઊંઘમાં ભેગી થયેલ આત્માની શક્તિ. વપરાય તે સ્થાનદ્ધિ પણ કહેવાય. આ નિદ્રાને ઉદય હોય, ત્યારે પ્રથમ સંઘયણવાળાને ઉત્કૃષ્ટથી વાસુદેવથી અડધા બળ જેટલું બળ ઉત્પન હોય છે. તથા સિદ્ધાંતમાં પણ કહેવાયું છે કે,
કેઈક જગ્યાએ સ્થાનષ્ક્રિનિદ્રાના વિપાકવાળા સાધુને દિવસે કેઈક હાથીએ હેરાન કર્યો તેથી હાથી પ્રત્યે દ્વેષ થયેલ તે સાધુ રાત્રે ત્યાનષ્ક્રિનિદ્રાને ઉદય થતાં ઊંઘમાં જ ઉઠીને તે હાથીના બે દાંતે ઉખેડી નાખી પોતાના ઉપાશ્રયના બારણુ આગળ નાખી ફરીવાર સૂઈ ગયા વિગેરે. ત્યાનદ્ધિના વિપાક ભેગવટાવાળી કર્મ પ્રકૃતિ પણ સ્થાનગૃદ્ધિ કે ત્યાનદ્ધિ કહેવાય છે.
વેદનીયકમ :- આત્મા વડે સુખ અથવા દુખ ભોગવાય અથવા જણાય, તે વેદનીય. તે શાતા અને અશાતા-એમ બે પ્રકારે છે.
શાતા વેદનીય – જે કર્મના ઉદયથી જીવ આરોગ્ય, વિષય, ઉપભોગ વિગેરે દ્વારા ઉત્પન્ન થયેલ આનંદ-આહલાદરૂપ શાતા એટલે સુખ ભોગવે, તે શાતા વેદનીય.
અશાતા વેદનીય - જે કર્મના ઉદયથી રોગ વિગેરે વડે ઉત્પન્ન થયેલ પરિતાપ એ તાપરૂપ અશાતા એટલે દુઃખ અનુભવે તે અશાતા વેદનીય.
મોહનીય :- જેમાં જીવે પરસ્પર એક બીજાને શ્ચત્તે એટલે હિંસા કરે તે. કષ એટલે સંસાર. તેને પામવું તે કષાય. તે કષાય, ક્રોધ, માન, માયા અને લેભ એમ ચાર પ્રકારે છે.
અક્ષમારૂપ જીવની જે પરિણતિ તે ક્રોધ. જાતિ વિગેરે દ્વારા ઉત્પન્ન થયેલ અક્કડવારૂપ જે ગર્વ તે માન. ઠગાઈપ જીવની જે પરિણતિ તે માયા. અસંતેષરૂપ જીવને જે પરિણામ તે લેભ.
આ ચારે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજવલન–એમ ચાર પ્રકારે છે. માટે કષાયના સેલ ભેદ થાય છે.
અનંતાનુબંધી - જે પરંપરાઓ અનંતાભને અનુબંધ કરે એટલે અનુસંધાન કરાવે તે અનંતાનુબંધી કષાય. જે કે અનંતાનુબંધી કષાયને બીજા કષાયોના ઉદય વગર એને ઉદય હેતું નથી. છતાં પણ અવશ્ય અનંતભવ ભ્રમણના મૂલ કારણરૂપ મિથ્યાત્વને ઉદય પણ આક્ષેપક એટલે ખાસ કારણરૂપ હેવાથી આ કષાયોનું આ નામ છે. સ્વાભાવિક