________________
૨૧૬. આઠ કર્મ
૩૨૭
કે “જમિજારિબા સાદૌ કરોડ ” અવ્યભિચારી સમાન–સરખા ભાવ વડે એકી ભાવને જેના વડે પદાર્થ પામે થાય તે જાતિ કહેવાય, તે જાતિના કારણરૂપ જે કર્મ તે જાતિનામકર્મ.
એક સ્પર્શેન્દ્રિયના જ્ઞાનના આવરણના ક્ષપશમના કારણે એકઈન્દ્રિયના-સ્પર્શના જ્ઞાનને પામનારા એકેન્દ્રિયે કહેવાય છે.
એ પ્રમાણે જેને જેટલી ઈનિંદ્ર હોય, તેને તેટલી ઈન્દ્રિયે આશ્રયી જ્ઞાનનું વિધાન એકેન્દ્રિયની જેમ કરવું તે ત્યાં સુધી કહેવું કે પંચેન્દ્રિયનું સ્પેશ–ચામડી, જીભ, નાક, આંખ અને કાન એ પાંચ ઈન્દ્રિયના જ્ઞાનના આવરણના ક્ષપશમથી પાંચ ઈન્દ્રિયના જ્ઞાનને પામનારા પંચંદ્રિય કહેવાય. તે એકેન્દ્રિયની જે જાતિ તે એ કેન્દ્રિય જાતિ નામકર્મ. એ પ્રમાણે પંચેન્દ્રિયજાતિ નામકર્મ સુધી જાણવું.
શરીર ઃ- “શીર્ઘતે રૂતિ ફા ” જે ઘસાય તે શરીર. જે હંમેશા દરેક ક્ષણે આગળની અવસ્થાથી મળવા-એકઠા થવા અને વિખરવા દ્વારા નાશ પામે તે શરીર. જે કર્મના ઉદયથી જીવ દારિકવર્ગણના પુદગલોને લઈ દારિક શરીરરૂપે પરિણમાવે–બનાવે તે ઔદારિકશરીરનામકર્મ. એ પ્રમાણે વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ શરીર નામકર્મમાં પણ જાણવું. જે કર્મના ઉદયથી કામ વર્ગણના પુદ્ગલોને લઈ કાર્મણ શરીરરૂપે બનાવે તે કામણુશરીરનામકર્મ. એકસરખી સમાન વર્ગણના પુદ્ગલમય આ કામણશરીરનામકર્મ હોવા છતાં પણ પિતાના કાર્યરૂપે થયેલ કાર્પણ શરીરથી તે બીલકુલ ભિન્ન છે, કાર્મgશરીર નામકર્મ કાર્મણ શરીરના કારણરૂપે નામ કર્મની ઉત્તર પ્રકૃતિ છે. કામણશરીર તે કામણ શરીર નામકર્મના ઉદયથી થયેલ હેવાથી એના કાર્યરૂપે છે અને સમસ્તકર્મને ઉગવા માટે જમીનની જેમ આધારરૂપ છે તથા સંસારી જીવોને એક ગતિમાંથી બીજી ગતિમાં જવારૂપ કાર્યને સાધનારું કારણ સાધન છે, આથી જ પોતાના કાર્યરૂપ કામણ શરીરથી કારણરૂપ આ કામણશરીર નામકર્મ અલગ જ છે.
ઉપાંગ – માથું, છાતી, પેટ, પીઠ, વાંસ, બરડે, હાથ, ઉરુ એટલે જંઘા એ આઠ અંગ છે. એ અંગના અવયવરૂપ આંગળી વિગેરે ઉપાંગ કહેવાય છે. તે ઉપગના પેટા અવયવરૂપ આંગળીના વેઢા, રેખા વિગેરે અંગોપાંગ કહેવાય. અંગે અને ઉપાંગો તે અંગોપાંગ. જે કર્મના ઉદયથી પ્રથમના ત્રણ શરીરમાં જે અંગે પાંગ થાય છે, તે ત્રણ પ્રકારે અંગે પાંગ નામકર્મ. તેમાં જે કર્મના ઉદયથી દારિક શરીરરૂપે પરિણમેલા પુદ્ગલનું અંગોપાંગરૂપે જે પરિણમન થાય, તે દારિકશરીર અંગે પાંગ નામકર્મ, એ પ્રમાણે વૈક્રિય, આહારક અંગોપાંગનામકર્મ પણ જાણવું.
તેજસ, કાર્મશરીર જીવના પ્રદેશના સંસ્થાનના આકારે હોવાથી એ બંનેને અંગોપાંગ હોઈ શકે નહીં. *