________________
૨૧૬. આઠ કર્મ
૩૨૧ આંખ અને મનને છોડી ચાર ઈન્દ્રિયના ભેદે ચાર પ્રકારે છે. આંખ અને મને અપ્રાપ્યકારી હોવાથી વિષય સંબંધ ન હોવાના કારણે એ બેને વ્યંજનાવગ્રહ હેત નથી.
વ્યંજનાવગ્રહ, ઈદ્રિય અને વિષયને સંબંધ થયે તે હેવાથી આ બે ઈન્દ્રિયનો એટલે આંખ અને મનને વ્યંજનાવગ્રહ હેતું નથી.
અચ્યતે ઈતિ અર્થ = જે ઈચ્છાય તે અર્થ, એટલે પદાર્થ. તે અર્થના શખ, રૂપ વિગેરે ભેદમાંથી કઈ પણ એક ભેદનું કેઈપણ નિશ્ચય-નિર્ધાર વગર સામાન્યરૂપે જે ગ્રહણ કરવું, જ્ઞાન કરવું તે અર્થાવગ્રહ. જેમકે “આ કંઈક છે” એ રૂપે ગ્રહણ કરવું તે અર્થાવગ્રહ અવ્યક્તજ્ઞાનરૂપે છે. તે મન અને પાંચ ઈન્દ્રિય સહિત છ પ્રકારે ઉત્પન્ન થતું હોવાથી છ પ્રકારે છે.
અવગ્રહિત કરેલ વસ્તુને “આ શું છે”? લાકડાનું ઠુંઠું છે કે પુરુષ છે? વિગેરે રૂપ વસ્તુને સંશોધનરૂપ જે જ્ઞાનચેષ્ટા, તે ઈહા. કહ્યું છે કે,
આ જંગલ છે, સૂર્ય અસ્ત થઈ ગયેલ છે. માટે અહીં માનવ ન હોઈ શકે. તથા આ પક્ષી વિગેરે વડે સેવાઈ રહ્યું છે માટે કામદેવના શત્રુ શંકરના સમાન નામ જેવું લાગે છે. એટલે શંકરના લિંગ સમાન (ડું ઠું) દેખાય છે” ૧. વિગેરે રૂપ અન્વયધર્મને સ્વીકારપૂર્વક અને વ્યતિરેક ધર્મનો ત્યાગ કરવા દ્વારા જે જ્ઞાન વિશેષ પ્રાપ્ત કરાય, તે ઈહા. તે ઈહા પણ મન અને પાંચ ઈનિદ્રય-એમ છ પ્રકારવડે ઉત્પન્ન થતી હોવાથી છ પ્રકારે ઈહા છે.
ઈહિત કરેલ પદાર્થનો એ નિશ્ચય કર કે “આ સ્થાણું એટલે હું તું છે” એ જે નિશ્ચયાત્મક બેધ વિશેષ, તે અપાય. એ પણ આગળની જેમ છ પ્રકારે છે.
નિશ્ચિત કરેલ પદાર્થને જ ભૂલી ન જવાય તે રીતે યાદ રાખવારૂપ જે વાસના સ્વરૂપે ધારવું તે ધારણું. તે પણ આગળની જેમ જ પ્રકારે છે. આ પ્રમાણે અર્થાવગ્રહ વિગેરે ચારેના દરેકના છ-છ પ્રકાર હોવાથી તથા વ્યંજનાવગ્રહના ચાર ભેદે એમાં ઉમેરતા કૃતનિશ્રિત મતિજ્ઞાનના અઠ્ઠાવીસ ભેદ થાય છે, અને ઔત્પાતિકીબુદ્ધિ વિગેરે ચાર અશ્રુતનિશ્રિતના પણ ચાર ભેદે એમાં ઉમેરતા બત્રીસભેદ મતિજ્ઞાનના થાય છે.
ભૂતકાળમાં થયેલા સંખ્યાતા ભવોના જ્ઞાનરૂપ જાતિસ્મરણ પણ મતિજ્ઞાનને જ ભેદ છે. તથા આચારાંગ ટીકામાં કહ્યું છે કે, “જાતિસ્મરણ પણ આભિનિબોધિક વિશેષ એટલે મતિજ્ઞાનરૂપે જ છે.” આટલા ભેટવાળા આ મતિજ્ઞાનના દરેક ભેદને આવરણ કરવાના સ્વભાવવાળું જે કર્મ તે મતિજ્ઞાનાવરણ. શ્રુતજ્ઞાન :
જે શ્રવળ ઝુત સાંભળવું તે શ્રુતવાગ્ય–વાચકભાવપૂર્વક જે શ્રવણ તે શ્રત. શબ્દ સંસૂઝ-સંયુક્ત અર્થગ્રહણના કારણરૂપ જે લબ્ધિવિશેષ, તે શ્રુતજ્ઞાન. આવા પ્રકારના
૪૧