________________
૩૨૨
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ આકારવાળી વસ્તુ “ઘટ” શબ્દવડે કહેવા ગ્ય છે અને જળ-પાણી ધારણ કરવારૂપ (અર્થ) ક્રિયા કરવામાં સમર્થ છે. વિગેરે પરિણામ જેના વિષયમાં પ્રધાન એટલે મુખ્યરૂપે થયા હોય, તે પરિણામાનુસાર શબ્દાર્થની વિચારણારૂપ જે ઈનિદ્રય અને મને નિમિત્તક જ્ઞાન વિશેષ, તે શ્રુતજ્ઞાન. શ્રુત એ જ જ્ઞાન છે તે શ્રુતજ્ઞાન. તેના ભેદો નંદીસૂત્ર વિગેરેથી જાણવા. તે શ્રુતજ્ઞાનને ભેદ સહિત આવરણ કરનાર જે કર્મતે શ્રુતજ્ઞાનાવરણ. અવધિજ્ઞાન :
- ગવ શબ્દ અધઃ એટલે નીચેના અર્થમાં છે. અવ એટલે જેમ-જેમ નીચે જાય તેમ-તેમ વધારે વિસ્તારથી પદાર્થને જેનાવડે ધીરે એટલે જાણે તે અવધિ. અથવા અવધિ એટલે મર્યાદા અર્થમાં છે.
રૂપિદ્રવ્યને જ જાણવારૂપ પ્રવૃત્તિ કરનાર તે મર્યાદા રૂપ અવધિવડે ઓળખાતું જ્ઞાન પણ અવધિજ્ઞાન કહેવાય.
અવધિ એ જ જ્ઞાન છે તે અવધિજ્ઞાન. તે જ્ઞાન અનંત દ્રવ્ય ભાવના વિષયવાળું હોવાથી તે દ્રવ્યભાવની તારતમ્યતાની વિવક્ષાએ તેના અનંત ભેદો થાય છે. અને અસંખ્ય ક્ષેત્રકાળના વિષયને ગ્રહણ કરતું હોવાથી તેનું ક્ષેત્રકાળની વિવક્ષાએ તેના અસંખ્ય ભેદે છે. બીજા પ્રકારની વિવક્ષાએ અનુગામિક વિગેરે ભેદ આવશ્યક વિગેરે સૂત્રોમાંથી જાણવા.
તે અવધિજ્ઞાનને અને તેના ભેદોને આવરનારું જે કર્મ, તે અવધિજ્ઞાનાવરણ. મન પર્યાવજ્ઞાન :
સંજ્ઞીજીએ કાયયેગ વડે મનોવર્ગમાંથી ગ્રહણ કરેલા પુદ્ગલેને મનગ વડે મનરૂપે પરિણાવી જે દ્રવ્યનું આલંબન કરાય છે, તે મને કહેવાય છે. તે મનના પર્યાયે જે વિચારણારૂપે પરિણામ પામ્યા છે. તેના વિષે જે જ્ઞાન, તે મન:પર્યવજ્ઞાન. આ જ્ઞાન અઢી દ્વીપ અને બે સમુદ્રમાં રહેલ સંજ્ઞીજીના મનમાં રહેલા દ્રવ્યનું આલંબન કરીને જાણે. તે મન ૫ર્યવજ્ઞાન.
તે ઋજુમતિ અને વિપુલમતિ–એમ બે પ્રકારે છે. એનું સ્વરૂપ લબ્ધિદ્વારમાં કહેવામાં આવશે. તે મન:પર્યવજ્ઞાન અને તેના ભેદોને આવરનાર જે કર્મ, તે મન:પર્યાય જ્ઞાનાવરણકર્મ. કેવળજ્ઞાન :
કેવળ એટલે મતિ વિગેરે જ્ઞાનની અપેક્ષા રહિત હોવાથી એક. કેવળ એટલે કેવળજ્ઞાનને આવરનાર કર્મમલરૂપ કલંકને નાશ થયો હોવાથી શુદ્ધ.
સક્લ એટલે પહેલેથી જ તેને આવરનાર આવરણ સંપૂર્ણપણે દૂર થવાથી સંપૂર્ણ જ્ઞાન ઉત્પન્ન થયું છે, તે સકલ.
કેવળ એટલે એ સમાન બીજું કઈ જ્ઞાન ન હોવાથી અસાધારણ