________________
૩૧૨
પ્રવચન સારોદ્ધારભાગ-૨
જ્ઞાનાવરણના પાંચ, દર્શનાવરણના નવ “વેદનીય ના બે, મેહનીયના અઠયાવીશ, આયુષ્યના ચાર, ગેત્રના બે, અંતરાયના પાંચ તથા નામકર્મના એ ત્રણ ભેદો છે. આ પ્રમાણે બધી ઉત્તર પ્રકૃતિએને મેળવતા એક અઠાવન ભેદે થાય છે. (૧૨૫૧-૧૨પર) હવે આ ભેદને અનુક્રમે નામોચ્ચારપૂર્વક કહે છે.
मइ १ सुय २ ओही ३ मण ४ केवलाणि जीवस्स आवरिति । जस्सप्पभावओ तं नाणावरणं भवे कम्मं ॥१२५३॥
૧. જ્ઞાનાવરણીય -જેના પ્રભાવથી જીવના મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન કે કેવળજ્ઞાન આવરાય-ઢંકાય તે જ્ઞાનાવરણકર્મ કહેવાય છે. તે જ્ઞાનાવરણ પાંચ પ્રકારે આ પ્રમાણે થાય છે. મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણુ, મન ૫ર્યવજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ. (૧૨૫૩) ૨. દશનાવરણીય? ----
नयणे १ यरो २ हि ३ केवल ४ देसण आवरणयं भवे चउहा। निदा ५ पयलाहि छहा ६ निदाइदुरुत्त ७-८ थीणद्धी ९ ॥१२५४॥ एवमिह दसणावरणमेयमावरइ दरिसणं जीवे ।। सायमसायं च दुहा वेयणियं सुहदुहनिमित्तं ॥१२५५॥
ચક્ષુ, અચકું, અવધિ, કેવળ એમ દશનાવરણ એ ચાર પ્રકારે તથા નિદ્રા, પ્રચલા સહિત ગણતા છ પ્રકાર અને નિદ્રા-નિદ્રા, પ્રચલાપ્રચલા, થીણુદ્ધિ આ પ્રમાણે દર્શનાવરણ છે. એ જીવને દશનને આવરે છે.
સુખ-દુખના નિમિત્તરૂપ વેદનીયકમ શાતા-અશાતારૂપે બે પ્રકારે છે.
દશનાવરણર્મ બંધ, ઉદય અને સત્તામાં ત્રણ પ્રકારે છે. કયારેક ચાર પ્રકારે, કયારેક જ પ્રકારે અને ક્યારેક નવ પ્રકારે છે.
એમાં પહેલા ચાર પ્રકારે દર્શનાવરણ આ પ્રમાણે છે. ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ, કેવલદર્શનાવરણ. આનો ભાવાર્થ આ પ્રમાણે છે. જ્યારે દર્શનાવરણબંધ, ઉદય, સત્તામાં ચાર પ્રકારે ગણાય છે. ત્યારે આ પ્રમાણે જાણવું. ચક્ષુદર્શનાવરણ ઈતર એટલે અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ અને કેવલદર્શનાવરણ. આ દર્શનાવરણ ચતુષ્કને નિદ્રા અને પ્રચલા સહિત ગણતા છ પ્રકારે દર્શનાવરણ થાય છે.
જ્યાં-જ્યાં દર્શનાવરણ ષટ્રક લેવાનું હોય ત્યાં-ત્યાં આ જ દર્શનાવરણ ષક ગ્રહણ કરવું.