________________
૨૧૫ આઠે કમ
૩૧૧
૧. જ્ઞાનાવરણીય : – જેનાવડે વસ્તુ જાણી શકાય તે જ્ઞાન, સામાન્ય વિશેષરૂપ પદાર્થોમાં વિશેષ ગ્રહણુરૂપ જે બાધ તે જ્ઞાન, જેનાવડે અવરાય–ઢંકાય તે આવરણુ. તે આવરણુ મિથ્યાત્વ વિગેરેની સહાયથી જીવની ક્રિયાવડે ગ્રહણ કરાયેલ કર્મવગણામાંરહેલ જે વિશિષ્ટ પુદ્દગલ સમૂહ તે આવરણુરૂપ છે. મતિ વિગેરે જે જ્ઞાનનું આવરણ તે જ્ઞાનાવરણ કહેવાય.
૨. દનાવરણ :- જેના વડે જોઈ શકાય તે દર્શીન, સામાન્ય વિશેષરૂપ વસ્તુમાં જે સામાન્યગ્રહણુરૂપ આધ કરાય તે દન. તે દĆનનું જે આવરણ તે દનાવરણુ, ૩. વેદનીય : -- આહલાદ એટલે આનંદ વિગેરેરૂપે જે અનુભવાય—ભાગવાય તે વેઢનીય. જો કે બધા ય કર્માં ભેળવાય છતાં પંકજ વિગેરે શબ્દની જેમ વેદનીય શબ્દ સુખદુઃખના અનુભવમાં રૂઢ થયેલ હોવાથી શાતા-અશાતા કને જ વેઢનીય કહેવાય છે—ખીજા ક્રર્માને નહીં.
૪. મેાહનીય :- જે કમ માહ પમાડે એટલે સત્—અસના વિવેક વગરના જીવને કરે, તે માહનીય.
૫. આયુષ્ય – પેાતાના કરેલ કમ થી પ્રાપ્ત થયેલ નરક વિગેરે દુર્ગતિમાંથી નીકળવાના મનવાળા જીવને અવરોધકરૂપે આવે એટલે કે થાય, તે આયુષ્ય. એક ભવમાંથી બીજા ભવમાં જતી વખતે જીને ચારે તરફથી વિપાકાયરૂપે ઉદયમાં આવે તે આયુષ્ય.
૬, ગાત્ર ઃ- યતે રાચતે નોત્રમ્ – ઊંચનીચના શબ્દરૂપે જે મેલાવાય તે ગાત્ર. જે ઉચ્ચ-નીચ કુલમાં ઉત્પત્તિરૂપ પર્યાય વિશેષ છે. તે પર્યાયના વિપાકને ભાગવવામાં જે કમ કારણરૂપ છે, તે પણ ગેાત્ર, કારણમાં કાર્ય ના ઉપચાર થતા હેાવાથી....
૭, અંતરાય :– આપનાર અને લેનારની વચ્ચે જે વિઘ્નરૂપ આવે તે અંતરાય. જે જીવને દાન વિગેરે ન કરવા ઢે તે અંતરાય.
૮. નામ :-ગતિ વિગેરે વિવિધ ભાવાને અનુભવવા માટે જે જીવને તૈયાર કરે તે નામ. આ આઠ મૂળ પ્રકૃતિઓ છે. (૧૨૪૯-૧૨૫૦ )
૨૧૬ એકસ અઠ્ઠાવન ઉત્તર પ્રકૃતિ
पंचविनाणवरणं नव भेया दंसणस्स दो वेए । अट्ठावीस मोहे चत्तारि य आउए हुति ||१२५१ ॥ गोयम्म दोन पंचतराइए तिगहियं सयं नामे | उत्तरपयडीणेवं अट्ठावनं सयं होड़ || १२५२ ॥