________________
૨૧૩. નવનિધિ
૨૯૯ चउरंगुलो मणी पुण तस्सद्धं चेव होइ विच्छिन्नो । चउरंगुलप्पमाणा सुवन्नवरकागिणी नेया ॥१२१७॥
ચકરન, છત્રરત્ન, દંડરત્ન-એ ત્રણ વામ પ્રમાણ છે. બે હાથ લાંબુ ચમરત્ન છે. બત્રીસ આંગળનું ખડગરન, ચાર આંગળ લાંબુ અને એનાથી અડધું એટલે બે આંગળ પહોળું મણિરત્ન છે. ચાર આંગળી પ્રમાણે જાત્ય સુવર્ણમય કાકિણીરત્ન જાણવું.
ચક્ર, છત્ર, દંડ-એ ત્રણ રત્નો વામ પ્રમાણ એટલે લાંબા કરેલ બે હાથ પ્રમાણ તિચ્છ લાંબા કરેલ પુરુષના બે હાથને આગળાની વચ્ચે જે ભાગ તે વ્યામ કહેવાય.
ચર્મરતન બે હાથ લાંબુ, ખગરત્ન બત્રીસ આગળ લાંબુ, મણિરત્ન ચાર આંગળ લાંબુ અને બે આંગળ પહેલું છે. જાત્ય સુવર્ણમય કાકિણીરત્ન ચાર આંગળ પ્રમાણ જાણવું. આ સાતે એકેન્દ્રિય રને બધાયે ચક્રવર્તીઓના આત્માંશુલે જાણવું. બાકીના સાત પંચેન્દ્રિય રત્ન તે તે વખત પુરુષને યોગ્ય પ્રમાણુવાળા હોય છે. (૧૨૧૬-૧૨૧૭)
૨૧૩. નવનિધિ नेसप्पे १ पंडुयए २ पिंगलए ३ सव्वरयण ४ महपउमे ५ । काले य ६ महाकाले ७ माणवग ८ महानिही संखे ९ ॥१२१८।।
૧. નૈસપ, ૨. પાંડુક, ૩. પિંગલક, ૪. સર્વ રત્ન, ૫. મહાપ, ૬. કાલ, ૭. મહાકાલ, ૮. માણુવક, ૯. શંખ-આ નવ મહાનિધિઓ છે. આ નિધિઓમાં શાશ્વતાકલ્પ એટલે આચારના પુસ્તક છે. તે પુસ્તકમાં વિશ્વ સ્થિતિ કહેવાયેલી છે. (૧૨૧૮)
હવે જે નિધિમાં જે વિષયના કલ્પ પુસ્તકે હોય તે કહે છે. ૧. નૈસનિધિ -
नेसप्पंभि निवेसा गामगरनगरपट्टणाणं च । दोणमुहमडंबाणं खंधाराण गिहाणं च ॥१२१९।।
ગામ, ખાણ, નગર, પણ, દ્રોણમુખ, મડંબ, સ્કંધાવાર, ઘરની સ્થાપનાની વિધિ નૈસપમાં કહી છે.
નિસર્પ નામના નિધિમાં ગામ, ખાણ, નગર, પત્તન, દ્રોણુમુખ, મડંબ, અંધાવાર એટલે છાવણી, ઘરે અને દુકાનોની સ્થાપનાની વિધિ કહી છે.
વાડથી ઘેરાયેલ ગામ કહેવાય. જે ગામમાં મીઠું વિગેરે ઉત્પન્ન થતું હોય તે, આકર કહેવાય. નગર એટલે રાજધાની, જ્યાં આગળ જળમાર્ગે–સ્થળમાર્ગે પ્રવેશ અને નિર્ગમન