________________
૨૧૨. ચૌદ રત્ન.
૯ છત્રરતન – ચકવર્તીના હાથના સ્પર્શ—માત્રના પ્રભાવથી બારજન લાંબાપહોળા થઈ વૈતાદ્યપર્વતના ઉત્તર વિભાગમાં રહેલા પ્લેરછોને અનુરોધથી મેઘકુમારદેએ કરેલા વૃષ્ટિના પાણુના સમૂહને દૂર કરી રક્ષા કરવા સમર્થ, નવાણુ હજાર સેનાના સળીયાવાળું, કાણાવગરનું, સુપ્રશસ્ત-સુંદર સેનાના દાંડાવાળા અને નીચેના ભાગમાં પાંજરામાં રહેલ, રાજલક્ષમીના ચિન્હવાળું, અર્જુન નામના પાંડુર (સફેદ) સેના વડે જેને પાછળનો ભાગ ઢંકાયેલે છે, શરદ પૂર્ણિમાના ચંદ્રમંડલ જેવું મનોહર, સૂર્યને તાપ, હવા, વરસાદ વિગેરે દોષને નાશ કરનાર છત્રરત્ન છે.
૧૦. ચર્મરત્ન – છત્રરત્નની નીચે ચક્રવર્તીના હાથના સ્પર્શ માત્રના પ્રભાવથી બાર જનની લંબાઈવાળું થાય છે. અને જેમાં સવારે વાવેલ શાલિ વિગેરે સાંજે વાપરવા લાયક થાય છે.
૧૧. મણિરત્ન :- વૈરૈયરત્નમય છે. ત્રિકેણાકારે છ અંશનું હોય છે. ઉપર-નીચે રહેલા છત્રરત્ન અને ચર્મરત્નની વચ્ચે છત્રના તંબ એટલે વચ્ચેથી ધરી પર મૂકવાથી બાર યોજનાના વિસ્તારમાં રહેલા ચક્રવર્તીની સમસ્ત સેના ઉપર નિરૂપમ પ્રકાશ કરે છે. તમિસગુફા તથા ખંડપ્રપાતા ગુફામાં પ્રવેશ કરતા ચક્રવર્તીના હસ્તરનના માથા ઉપર જમણી બાજુ ચક્રવર્તી આ રત્નને બાંધે છે. જેથી બાર જન સુધી પૂર્વ પશ્ચિમ અને આગળના ભાગે-એમ ત્રણે દિશાઓમાં અતિગાઢ અંધકારના જથ્થાને દૂર કરે છે. જેના હાથે કે માથે બાંધવામાં આવે, તેના દૈવી, તિર્યંચ કે મનુષ્ય સંબંધી સમસ્ત ઉપદ્રવ અને બધા રોગોને નાશ થાય છે. એને મસ્તક ઉપર કે બીજા કેઈપણ અંગ પર રાખીને યુદ્ધમાં જાય, તે કઈપણ શસ્ત્રથી મરે નહીં અને બધા ભયથી મુક્ત થાય છે.
તે મણીરત્ન હંમેશા જે પુરુષને મણીબંધ વિગેરે પર એટલે હાથના કાંડા વિગેરે પર બાંધવામાં – રાખવામાં આવે તે નિત્ય યૌવનવાલે અને અવસ્થિત વાળ અને નખવાળા થાય છે.
૧ર. કાકિણું રત્ન - આઠ સવણિક પ્રમાણ અને સમરસ આકારમાં રહેલ હોય છે. ઝેર દૂર કરવાની શક્તિવાળું, જે જગ્યામાં ચંદ્રની પ્રભા એટલે પ્રકાશ, સૂર્યને પ્રકાશ, અગ્નિની ત પણ અંધકારના સમૂહને દૂર કરવા સમર્થ ન હોય, તે તમિસગુફામાં અતિ ગાઢ અંધકાર દૂર કરવા શક્તિમાન છે. જેના દિવ્ય પ્રભાવ યુક્ત બાર એજન સુધી અંધકારના સમૂહને નાશ કરનારા કિરણે વધે છે જેને ચક્રવર્તી પોતાની છાવણીમાં હંમેશા રાત્રે મૂકે જેથી તેના પ્રકાશ વડે રાત્રિ, દિવસના જેવા પ્રકાશને ધારણ કરે છે. જેના પ્રભાવથી ચક્રવર્તી બીજા અડધા ભરતને જીતવા માટે સંપૂર્ણ સૈન્ય સાથે તમિસ્ત્ર ગુફામાં પ્રવેશે છે. તે ગુફામાં પેસી ચકવતી પૂર્વ દિશાની ભીંત અને પશ્ચિમ દિશાની ભીંત
૩૮