________________
૨૯૪
- પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ સુર એટલે દે, રાજા, યતિ એટલે મુનિ સાધુ, જ્ઞાતિજન એટલે સગાવહાલા, સ્થવિર એટલે વૃદ્ધ પુરુષે, અવમ એટલે દયા કરવા લાયક કાપેટિક વિગેરે, માત. અને પિતા-આ આઠેને મનવચન-કાય અને દાનવડે એમ ચાર પ્રકારે વિનય કરવો જોઈએ. તે આ પ્રમાણે દેવોને મનવડે, વચનવડે, કાયાવકે અને દેશકાળાનુસાર દાનવડે વિનય કરવો જોઈએ. એ પ્રમાણે રાજા વિગેરે ભેદમાં પણ જાણવું. આ વિનય કરવાથી સ્વર્ગ અને મોક્ષમાં જવાય છે. (મેક્ષને પમાય છે.)
વિનય એટલે નમ્રભાવપૂર્વકની મોટાઈ રહિતતા તે વિનય છે. બધા ભેદમાં આ પ્રમાણે વિનયથી દેવ વિગેરેને સેવવાથી સ્વર્ગ અને મોક્ષના ભાગી થાય છે. આ આઠે ભેદોને ચારવડે ગુણતા બત્રીસ વૈયિક એટલે વિનયવાદીના ભેદો થાય છે.
આગળ કહેલા ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને આ વિનયવાદીના બધાયે ભેદને એકઠા કરતા ત્રણ ત્રેસઠ (૩૬૩) ભેદો પાખંડીઓના થાય છે. આ બધાનું ખંડન સૂત્રકૃતાંગ વિગેરે ગ્રંથમાંથી જાણવું. (૧૨૦૫-૧૨૦૬)
૨૦૭. “આઠ પ્રકારે પ્રમાદ पमाओ य मुर्णिदेहि, भणिओ अट्ठभेयओ । अन्नाणं १ संसओ २ चेव, मिच्छानाणं ३ तहेव य ॥१२०७।। रागो ४ दोसो ५ मइब्भंसो ६, धम्ममि य अणायरो ७ । जोगाणं दुप्पणिहाणं ८, अट्टहा वज्जियव्वओ ॥१२०८॥
મેક્ષમાર્ગમાં જેનાવડે જીવ શિથિલ પ્રયત્ન એટલે ઢીલાશવાળો થાય, તે પ્રમાદ. તે પ્રમાદ મુનિઓના ઈન્દ્ર એવા તીર્થકરોએ આઠ પ્રકારે આ પ્રમાણે કહ્યો છે. ૧. અજ્ઞાન એટલે મૂઢતા, મૂર્ખતા, ૨. સંશય એટલે આ પદાર્થ આ પ્રમાણે છે કે નહીં એવો જે સંદેહ, ૩. વિપરીત જાણકારીરૂપ મિથ્યાજ્ઞાન, ૪. આસક્તિરૂપ રાગ, પ. અપ્રીતિરૂપ છેષ, ૬. યાદનાશરૂપ સ્મૃતિભ્રંશ, ૭. અરિહંત પ્રણિતધર્મમાં અનાદરૂપ અનુઘમ, ૮. મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિરૂપ વેગ દુપ્રણિધાન, આ આઠે પ્રકારને પ્રમાદ કર્મબંધના કારણરૂપ હોવાથી ત્યજી દેવા છે. (૧૨૦૭–૧૨૦૮)
૨૦૮. ભરતાધિપતિરૂપ ચક્રવર્તી भरहो १ सगरो २ मघवं ३ सणंकुमारोयरा य सद्लो ८ । संती ५ कुंथू ६ य अरो ७ हवइ सुभूभो ८ य कोरवो ॥१२०९॥ नवमो य महापउमो ९ हरिसेणो १० चेव रायसदुलो । । जयनामो ११ य नरवई बारसमो बंभदत्तो य १२ ॥१२१०॥