________________
૨૯ર
પ્રવચનસારોદ્ધાર ભાગ-૨ - તથા બીજા પણ આગળ ચાર જ ભાંગા થાય છે તે અજ્ઞાનિક મતના પ્રરૂપણના સમયે કહેવાશે.
संती भावुप्पत्ती को जाणइ किंच तीऍ नायाए ? । एवमसंती भावुप्पत्ती सदसतिया चेव ॥१२०३॥ तह अव्वत्तव्यावि हु भावुप्पत्ती इमेहि मिलिएहिं । भंगाण सत्तसही जाया अन्नाणियाण इमा ॥१२०४॥
ભાવ૫ત્તિ છે. એમ કેણું જાણે છે. તેને જાણવાથી શું? એ પ્રમાણે ભાવ૫ત્તિ નથી” અને “સત્ અસત્ ભાવ૫ત્તિ તથા અવક્તવ્ય ભાવ૫ત્તિ એને મેળવતા અજ્ઞાનીઓના આ સડસઠ ભાંગા થયા.
૧. “ભાવોત્પત્તિ છે. એમ કેણ જાણે છે? એને જાણવાથી શું? ૨. ભાત્પત્તિ નથી. એમ કોણ જાણે છે? એને જાણવાથી શું? ૩. ભાત્પત્તિ સત્ અસત છે, એમ કોણ જાણે છે? તથા એને જાણવાથી શું? ૪. ભાત્પત્તિ અવક્તવ્ય છે, એમ કેણ જાણે છે? એને જાણવાથી શું ?
આ ભાંગાઓને આ ભાવાર્થ છે. “આ પદાર્થોની ઉત્પત્તિ શું સતુ રૂપે છે કે અસતરૂપે છે? કે સદસતરૂપે છે કે અવાગ્યરૂપે છે? એમ કેણ જાણે છે? અને જાણવાથી પણ કઈ જ પ્રયેાજન નથી. બાકીના ત્રણ વિકલપ ઉત્પત્તિ પછી થનારા પદાર્થોના અવયની અપેક્ષાએ હવાથી અહીં સંભવતા નથી. માટે કહ્યા નથી. આ ચાર ભાંગાઓ ત્રેસઠ ભાંગાઓમાં મેળવતા અજ્ઞાનવાદીઓના સડસઠ ભેદ થાય છે. (૧૨૦૩-૧૨૦૪) વિનયવાદીના ભેદો હવે વિનયવાદીના બત્રીશ ભેદો કહે છે.
सुर १ निवइ २ जइ ३ न्नाई ४ थविरा ५ वम ६ माइ ७ पिइसु ८ एएसि। मण १ वयण २ काय ३ दाणेहिं ४ चउबिहो कीरए विणओ ॥१२०५॥ अट्ठवि चउक्कगुणिया बत्तीस हवंति वेणइयमेया। सव्वेहिं पिडिएहिं तिन्नि सया हुंति तेसट्टा ॥१२०६॥
દેવ, રાજા, યતિ, જ્ઞાતિજન, સ્થવિર (વૃદ્ધ), અવમ એટલે દયનીય માણસ અને માતા, પિતા-આ આઠને મન, વચન, કાયા અને દાનવડેએમ ચાર પ્રકારે વિનય કર જોઈએ. આ આઠને પણ ચાર વડે ગુણતા વિનયવાદીના બત્રીસ (૩ર) ભેદ થાય છે. આ સર્વે મેળવતા ત્રણસો ત્રેસઠ (૩૬૩) ભેદ થાય છે.