________________
૨૦૬, ત્રણ ત્રેસઠ પાખંડીઓ.
૨૯૧ ૬. એક ભાગમાં પરપર્યાયે વડે અસતરૂપે વિશેષિત ઘડે અને બીજા ભાગમાં સ્વપર પર્યાવડે સર્વ-અસત્ત્વરૂપે એક સાથે સાંકેતિક એક શબ્દ વડે કહેવા માટે વિવક્ષા કરાયેલ ઘડે અસત્ અવક્તવ્યરૂપે થાય છે. અમુક ભાગમાં અસતરૂપે ન હોવાથી અસત્ અને અમુક ભાગમાં અવક્તવ્યરૂપે હોવાથી સત્ વચ્ચે ઘર રૂપ છઠ્ઠો ભાંગે થયે.
૭. એક ભાગમાં સ્વ પર્યાવડે સવરૂપે વિશેષિત ઘડે વળી એક ભાગમાં પરપર્યા વડે અસવરૂપે વિશેષિત ઘડો અને બીજા ભાગમાં સ્વપરરૂપ ઉભય પર્યાયે વડે સવ-અસત્વરૂપે એકસાથે બોલવાની વિવક્ષા કરાયેલ ઘડે “સત્ત જતા અવાચ ઘટ” એ રૂપે સાતમે ભાંગ થયે. અમુક ભાગમાં ઘટરૂપે સત્, અમુક ભાગમાં અઘટવરૂપે અસત્ અને અમુક ભાગમાં અવક્તવ્યરૂપે હોવાથી સત્-અસત્ અવક્તવ્ય. આ પ્રમાણે સાત ભેદે ઘડે થયે.
આ રીતે પટ વગેરે પદાર્થો પણ જાણવા. આ સાતે પદને પાટીમાં લખેલ (સ્થાપેલ) જીવ વગેરે છે તે દરેકની નીચે કમસર લખવા. જેથી જે રીતે એ ભેદને અભિલાપ એટલે કથન થશે. (૧૧૯-૧૨૦૦)
संतो जीवो को जाणइ ? अहवा किं व तेण नाएणं ?। सेसपएहिवि भंगा इय जाया सत्त जीवस्स ॥१२०१॥ एवमजीवाईणवि पत्तेयं सत्त मिलिय तेसट्ठी । तह अन्नेऽवि हु भंगा चत्तारि इमे उ इह हुति ॥१२०२॥
જીવ છે. એમ કોણ જાણે છે? અથવા તેને જાણવાથી શું ? એમ બાકીના પદવડે જીવના સાત ભાંગા થાય છે. એ પ્રમાણે અજીવ વગેરે દરેકના પણ સાત સાત ભાંગ આ પ્રમાણે થાય છે.'
જીવ છે” એમ કે જાણે છે? અથવા તેને જાણવાથી શું? એ પ્રમાણે પહેલે ભાંગો થયે. આનો ભાવાર્થ એ છે કે કેઈને પણ કઈ એવું વિશિષ્ટ જ્ઞાન નથી કે જે અતીન્દ્રિય એવા આત્માને જાણી શકે અને તે આત્માને જાણવાથી કંઈપણ કશો લાભ નથી. તે આ પ્રમાણે જેમ “આત્માને નિત્ય, સર્વવ્યાપી, અમૂર્ત (અરૂપી) જ્ઞાન વગેરે ગુણોથી યુક્ત અથવા ગુણ રહિત છે. એમ જાણવાથી ક્યા પુરુષાર્થની સિદ્ધિ થાય છે? માટે અજ્ઞાન જ કલ્યાણકારી છે.” એમ બાકીના અસત્ વગેરે છ પદવડે જીવના ભાંગા થાય છે. જેમ “જીવ નથી.” એમ કે જાણે છે? અથવા તેને જાણવાથી શું” વગેરે એ પ્રમાણે જીવપદનાં સાત ભાંગા થાય છે. એ પ્રમાણે અજીવ વગેરે આઠ પદેનાં દરેકનાં સાત સાત ભાંગા થાય છે. તે બધાને એકત્રિત કરતા ત્રેસઠ ભાંગાઓ થયા. (૧૨૦૧-૧૨૦૨)